પિન્ક ફાઉન્ડેશન દ્વારા નવરાત્રીને આવકારવા “શકિત મહોત્સવ”, સાંસદ સહિત ખેલૈયાઓ ઝૂમ્યા

ધર્મ-આધ્યાત્મિક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર શહેરના સત્યમ કોલોની અંડર બ્રિજ નજીક આવેલા ભાનુ પાર્ટી પ્લોટ ખાતે પિન્ક ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય નવરાત્રી – વેલકમ નવરાત્રી “શક્તિ મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 ઉપર ખેલૈયા એ ભાગ લીધો અને પિન્ક ફૉઉન્ડેશન ના સભ્યો એ કાર્યક્રમ માં આનંદ માંણ્યો હતો.

મેગા પ્રિંસેસ ને 11000/- રોકડ અને દરેક પ્રતિયોગિતા ના પ્રથમ ઇનામ 5000/- અને બાળકો ની પ્રતિયોગિતા ના પ્રથમ ઇનામ 2000/- થી લઇ 5 ડ્રેસિંગ ટેબલ , 4 બાળકો માટે ના કબાટ થી લઇ સેન્ડવિચ મેકર જેવા 200 થી વધારે ઇનામો નું વિતરણ કરવા માં આવ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બાથાણી બિલ્ડર, અને નીલેશ્વરી ડ્રાઈફ્રુટ તરફ થી યોગદાન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ના વિજેતા નાં ઇનામો સાઈનાથ ફર્નિચર, કેતન ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફિનિટી મોબાઈલ, સચિન ભાઈ લાખાણી તથા મુકેશભાઈ વૈદ તરફ થી અપાયા હતા. રોકડ ઇનામો સંસ્થા ના સંસ્થાપક શેતલબેન શેઠ તરફ થી અપાયા હતા.

આ કાર્યક્રમ ના સવિશેષ આયોજન માં ૐ ટ્રેનિંગ સેન્ટર ના બાળકો માટે સ્પેશિયલ રાઉન્ડ અને દરેક બાળક માટે ઈનામ હતું. જામનગર એમ પી શાહ વૃદ્ધાશ્રમ ના વડીલો દ્વારા માતાજી ની આરતી કરાઈ હતી .

જામનગર ના ભારતીબેન મેવાડા અને તેમની ટીમ દ્વારા પ્રગટાવેલા ગરબા સાથે ના રાસ થી મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિતિ જામનગર તથા દેવ ભૂમિ દ્વારકાના લોક લાડીલા સાંસદ પૂનમ બેન માડમ એ આપી હતી.

જામનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ભાજપ લઘુમતી મોરચા ના પ્રભારી ઇકબાલ ભાઈ ખફી (ભૂરા ભાઈ) , ભાજપ શહેર સંગઠન મંત્રી પરેશભાઈ દોમડિયા, ભાજપ પડધરી ના પ્રભારી વિપુલભાઈ ચંદ્રેશભાઇ પટેલ, કોર્પોરેટર જ્યોતિબેન ભારવડિયા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, શિક્ષણ સમિતિ સભ્ય આનંદ ભાઈ ગોહિલ , સૂર્યવંશી એજયુ. ટ્રસ્ટ ના પ્રમુખ સુભાષભાઈ ગુજરાતી, કોળી મહિલા સમાજ ના પ્રમુખ શોભનાબેન ગુજરાતી, પૂર્વ વિરોધ પક્ષ જામનગર જિલ્લા પંચાયત નેતા કાસમભાઈ ખફી, ભાજપ શહેર સંગઠન મંત્રી ભાવિષાબેન ધોળકિયા, શિવસેના પ્રમુખ દિલીપભાઈ આહીર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના સંગઠન મંત્રી તથા પ્રદેશ ના હોદ્દેદારો એ હાજરી આપી હતી .

મહાજન અગ્રણી તથા ઓશવાળ એજયુ. ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી આર. કે. શાહ , કચ્છી ભાનુશાળી સમાજ ના પ્રમુખ લક્ષ્મીદાસ ભાઈ ભાનુશાળી તથા સર્વ ટ્રસ્ટી મંડળ, દરજી સમાજ ના પ્રમુખ મયુરભાઈ ટંકારિયા તથા ટ્રસ્ટી મંડળ, અગ્રણી વકીલ દિનેશભાઈ વિરાણી, જૈન અગ્રણી કિરીટભાઇ મ્હેતા, શરદભાઈ શેઠ, ભૂપેશભાઈ શાહ, બ્રહ્મ સમાજ ના યુવા પ્રમુખ જસ્મીન ભાઈ ધોળકિયા, આહીર અગ્રણી લાખાભાઈ પિંડરિયા, લાયન્સ ક્લબ ના સર્વ કમિટી મેમ્બર, જામનગર ની મહિલા સંસ્થાઓ ના પ્રમુખો તથા કમિટી મેમ્બર્સ એ હાજરી આપી શુભેછા આપી હતી.

આ કાર્યક્રમ માં નિષ્પક્ષ રીતે નિર્ણય આપવા બદલ અંકિતા પરાગ વોરા, નીશી ગોસરાણી, ભાવિશા પુરોહિત, કોશા ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. આખા કાર્યક્રમ નું સફળ સંચાલન કરવા બદલ બિમલ ઓઝાએ કર્યું હતું.