પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીન 99 મા મન કી બાત કાર્યક્રમ માણવા અમદાવાદના વેજલપુરમાં ધારાસભ્યના સેવા કાર્યાલય ખાતે આયોજન

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ :

ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દર મહિના ના છેલ્લા રવિવારે યોજાનાર મન કી બાત કાર્યક્રમ અંતર્ગત વેજલપુર વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર ના સેવા કાર્યાલય ખાતે તારીખ 26 માર્ચ 2023 સવારે 11.00 કલાકે 99 માં મન કી બાત કાર્યક્રમમાં દેશ ના નાગરિકો સાથે વર્તમાન પ્રશ્નો તેમજ કલા સાહિત્ય વિજ્ઞાન કૃષિ જેવા અનેક વિધ ક્ષેત્રે માં થયેલા ઇનોવેશન ના સીધો સંવાદ એટલે મન કી બાત કાર્યક્રમ માં વેજલપુર સેવાલય ખાતે સંગઠન ના હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાવા ના છે.

આ કાર્યક્રમ માં વકીલો ,ડોકટરો, શિક્ષકો, વેપારીઓ ઉદ્યોગકારો , સાહસિકો , સહકારી આગેવાનો, વિવિધ સોસાયટીઓ ના ચેરમેનો કારોબારી સદસ્યો ફ્લેટો ના ચેરમેનો વિવિધ સંઘઠનો ના કાર્યકર્તાઓ ફેરિયાઓ, સામાજિક આગેવાનો મન કી બાત કાર્યક્રમમાં રિવોલવિંગ ટીવી સેટ સાથે એક સાથે 500 લોકો નિહાળી શકે તેવી અલદાઈ વ્યવસ્થા કરવામાં આવી જેથી શહેર ના દરેક વ્યક્તિઓ લાભ લેવા વેજલપુર ધારાસભ્ય અમિતભાઇ ઠાકરે અનુુરોધ કર્યો છે.