જામનગર કલેકટર કચેરીથી કલેકટર સહિતના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાઈ વાવાઝોડાની સમીક્ષા કરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગાંધીનગરમાં ચીફ સેક્રેટરી રાજ કુમારના અધ્યક્ષસ્થાને ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન બાદ કરવામાં આવેલી કેશડોલ્સ ચુકવણીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કરવામાં આવેલી કામગીરી અને ત્યારબાદ થયેલી કામગીરીની ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. ચીફ સેક્રેટરીએ સંલગ્ન જિલ્લા ક્લેક્ટરઓને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ બાકી રહેલી જરૂરી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં કુલ 14066 લાભાર્થીઓને કેશડોલ્સની ચુકવવામાં આવી છે. તેમજ, આ લાભાર્થીઓને કેશડોલ્સની કુલ રૂ. 33, 86, 280 જેટલી રકમ ચુકવવામાં આવી છે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી. એન. મોદી, સંલગ્ન વિભાગના અધિકારીગણ તેમજ અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહયા હતા.