ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજનું જામનગરને આંગણે આગમન થયું છે. અમેરિકા અક્ષરધામ અને દુબઇ – અબુધાબી મંદિરના નિર્માતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ જામનગરને આંગણે પધાર્યા છે. ત્યારે હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી જામનગરમાં આગામી 19 નવેમ્બર સુધી રોકાણ કરવાના છે.
ગોંડલમાં દિવાળી – અન્નકૂટ ઉત્સવનો લાભ આપી 7, નવેમ્બરના રોજ છોટી કાશી કહેવાતા જામનગરને આંગણે મહંત સ્વામી આવી પહોંચ્યા છે. જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પધારેલા શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું બાળકો – યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી , ધજા ફરકાવી સ્વાગત કર્યુ હતું. જ્યાં મહિલા – યુવતી ભક્તોએ અતિ સુંદર અને કલાત્મક રંગોળીઓ રચીને મહંત સ્વામીને આવકાર્યા હતા.
ઠાકોરજીના દર્શન કરી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ભક્તોનું સ્વાગત સ્વીકારતા સ્વાગત સમારોહમાં પધાર્યા હતા. સભાગૃહમાં ઉપસ્થિત જામનગર ઉપરાંત ખંભાળિયા, ભાણવડ, જામજોધપુર વગેરે ક્ષેત્રોના હજારો હરિભક્તો વતી કોઠારી પૂજ્ય ધર્મનિધિ સ્વામી તથા સંતોએ મહંત સ્વામીને ફુલહાર અર્પણ કરી આવકાર્યા છે.
મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું, જામનગર આવી અમને પણ ખૂબ આનંદ થયો. આપ સર્વેની સેવા – ભક્તિ ખૂબ અદભૂત છે અને ઉત્તરોત્તર વધતી રહે છે તે અભિનંદનને પાત્ર છે. આ સાથે જ જામનગરના તમામ ભક્તોને નવા વર્ષના આશીર્વાદ મહંત સ્વામીએ પાઠવ્યા હતા.
સમગ્ર વિશ્વમાં અમેરિકા અક્ષરધામ , અબુધાબી મંદિર જેવા ૧૮૦૦ થી અધિક હિન્દુ સનાતન મંદિરોના વડા , ૧૨૦૦ થી સુશિક્ષિત – સુચરિત સંતોના નિર્માતા અને ૫૫ થી અધિક દેશોમાં લાખો ભક્તો દ્વારા સમાજસેવા , રાષ્ટ્રસેવા અને ધર્મ સેવા કરનારા ૯૨ વર્ષના પરમ હિતકારી સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ જામનગરને આંગણે પધાર્યા છે.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રાતઃ પૂજા દર્શન:- દરરોજ સવારે ૫:૪૫ કલાકે સંસ્થાના વિદ્વાન સંત વક્તા પૂજ્ય આદર્શજીવન સ્વામીના મુખેથી મહંતચરિતમ વિષયક પારાયણનો લાભ પ્રાપ્ત થશે અને ત્યારબાદ સંતો – ભક્તોની સુમધુર કીર્તન ભક્તિ અને નાના બાળકોની રસપ્રદ રજૂઆત સાથે મહંત સ્વામી મહારાજના પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે.
તા : ૯/૧૧/૨૫ , રવિવાર
સવારે ૫:૪૫ થી ૮:૦૦ : પારાયણ અને પૂજા દર્શન
સાંજે ૫:૪૫ થી ૮:૦૦ : વાલમના વધામણા : મહંત સ્વામી મહારાજનો ભવ્ય સ્વાગત સમારોહ
તા. ૧૦/૧૧/૨૫ , સોમવાર
સાંજે ૫:૪૫ થી ૮:૦૦ : મહિલા સંમેલન : બાલિકા , યુવતી અને મહિલાઓ દ્વારા નૃત્ય , સંવાદ , પ્રવચન વગેરેની આકર્ષક પ્રસ્તુતિ
તા : ૧૧/૧૧/૨૫ , મંગળવાર
સવારે ૫:૪૫ થી ૮:૦૦ : પારાયણ અને પૂજા દર્શન
સાંજે ૫:૪૫ થી ૮:૦૦ : મિશન રાજીપો : બાળકોએ મુખપાઠ કરેલા સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ શ્લોકોને આધારે સનાતન – વૈદિક સંસ્કૃતિની આબેહૂબ રજૂઆત
તા: ૧૨/૧૧/૨૫ , બુધવાર
સવારે ૫:૪૫ થી ૮:૦૦ : પારાયણ અને પૂજા દર્શન
સાંજે ૫:૪૫ થી ૮:૦૦ જામનગર ગ્રામ્યના ભક્તો દ્વારા ભક્તિસભર રજૂઆત
તા : ૧૩/૧૧/૨૫ , ગુરૂવાર
સવારે ૫:૪૫ થી ૮:૦૦ : પારાયણ અને પૂજા દર્શન
સાંજે ૫:૪૫ થી ૮:૦૦ : ભાદરા ગ્રામ્ય હરિભક્તો દ્વારા પ્રેરક પ્રસ્તુતિ
તા : ૧૪/૧૧/૨૫ , શુક્રવાર
સવારે ૫:૪૫ થી ૮:૦૦ : વિદ્યા મંદિર દિન નિમિત્તે વિધાર્થીઓ દ્વારા શિક્ષણ અને સંસ્કાર પ્રેરક કાર્યક્રમ
સાંજે ૫:૪૫ થી ૮:૦૦ : સહયોગી અભિવાદન સમારોહ
તા : ૧૮/૧૧/૨૫ , મંગળવાર
સવારે ૫:૪૫ થી ૮:૦૦ : પારાયણ અને પૂજા દર્શન
સાંજે ૫:૪૫ થી ૮:૦૦ : યુવા તાલીમ કેન્દ્ર દિન
તા : ૧૯/૧૧/૨૫ , બુધવાર
સવારે ૫:૪૫ થી ૮:૦૦ : પારાયણ અને પૂજા દર્શન
સાંજે ૫:૪૫ થી ૮:૦૦ યુવા દિન નિમિત્તે ” પારસમણિ “સાંસ્કૃતિક કાર્યક્રમ
