જામનગરમાં મહિલાઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ- 2005 અન્વયે જાગૃતિ સેમિનાર

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક વિદ્યામંદિર ખાતે જામજોધપુર તાલુકાની મહિલાઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ- 2005 અન્યવે જાગૃતિ સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીસોનલબેન વર્ણાગર દ્વારા ઉપસ્થિત મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ- ૨૦૦૫ વિશે માહિતી અપાઈ હતી. તેમજ ચેતનભાઇ ગોસ્વામી દ્વારા લાભાર્થીઓને ‘આભાકાર્ડ’ એટલે કે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ યોજના વિષે માહિતી આપવામાં આવી હતી. ઉક્ત કાર્યક્રમમાં, ૧૫૦ જેટલા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં, નારી અદાલતના તાલુકા કો-ઓર્ડીનેટર જયશ્રીબેન, હિતેશભાઈ અપારનાથી, પૂજાબેન ત્રાંબડીયા તેમજ તાલુકા મફત કાનૂની સેવા સત્તા મંડળના વકીલશ્રીઓ હાજર રહયા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.