IPS મેસ ખાતે ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો જોડાયા

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ :

અમદાવાદમાં IPS મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ જોવા મળી હતી.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસીએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિ શક્તિ માં અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઇપીએસ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસરે રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, આઇ.પી.એસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આઇપીએસ વાઈવ્સ એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.