નેપાળના જનકપુરથી અયોધ્યા સીતાજીના માવતરિયા તરફથી આવી રહી છે ભેટ-સોગાદોની ટ્રકો જુઓ…

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નેપાળ :

અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર નિર્માણ પામેલ મંદિરમાં તા.૨૨ જાન્યુઆરી ,૨૦૨૪ના ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશ વિદેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવા સમયે હિન્દુ રાષ્ટ્ર ગણાતું નેપાળ પણ પાછળ નથી રહ્યું. અને ભેટ સોગાદોની ટ્રકો ભરીને મોકલાઈ રહી છે.

પૌરાણિક પરંપરા અનુસાર પ્રથા મુજબ સીતાજીના માવતરિયા તરફથી અનેકવિધ ભેટ-સોગાદ અને મેવા મીઠાઈ તેમજ આભૂષણો મોકલવામાં આવી રહ્યા છે.

નેપાળના જનકપુરથી સીતાજીના માવતરિયા તરફથી સસુરાલમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યા ખાતે સોના ચાંદીના આભૂષણો, ધનુષ બાણ, ચાંદીના વાસણો, મેવા અને ફળ ફ્રૂટની અનેક ટોકરીઓ ટ્રકમાં ભરીને ભારતમાં અયોધ્યા ખાતે મોકલવા પ્રસ્થાન કરાઈ રહી છે.