જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ધાર્મિક વિધિથી કર્યું અક્ષત કળશનું પૂજન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્માણાધિન શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22, જાન્યુઆરી, 2024ના થઈ રહી છે. ત્યારે ખાસ જામનગર નવાનગર સ્ટેટના રાજવી મહારાજા શત્રુશલ્યસિંહજીને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી આવેલ અક્ષત કળશ અને આમંત્રણને વિશ્વ હિન્દુ પરિષદના તેમજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર મહાનગરના અધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, મંત્રી હેમંતસિંહ જાડેજા, કાર સેવક અને પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા સહિતના અગ્રણીઓએ અર્પણ કર્યું હતું.

આ પ્રસંગે રાજવી પરિવાર દ્વારા આદરણીય જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કળશ અને આમંત્રણ ને સ્વીકારી પૂજન અર્ચન કરી આ ઐતિહાસિક ક્ષણમાં તમામ જામનગરવાસીઓને જોડાવા પણ આહ્વાન કર્યું છે અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.