આરોગ્ય વિભાગે કાલાવડ તાલુકાના ભલસાણ ગામે ખેત શ્રમિકની મુલાકાત લઈને તેમનું કાઉન્સેલિંગ કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

કાલાવડ તાલુકાના ભલસાણ ગામે રહેતા ખેત શ્રમિક રાકેશભાઈ ગણાણા અને સુમિત્રાબેન ગણાણા ખેતરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાંં તેમના ઘરે બાળકનો જન્મ થયેલ. જન્મ બાદ 24 કલાકની અંદર બાળકને પોલીયો બી. સી.જી., વિટામિન કે અને હિપેટાઇટિસ બી વેક્સીન આપીને બાળકને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું હતું.

ભલસાણ ગામના નજીકના પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ત્રી આરોગ્ય કાર્યકરે પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં aefi (adverse effect of immunzation) જેવો કેસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ ખેત શ્રમિક પરિવારને જામનગરમાં ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ખાતે દાખલ થવા માટે આરોગ્ય કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ખાતે દાખલ થયાના બે દિવસ બાદ લાભાર્થી પોતાના ગામે પરત ફર્યા હતા. આ તમામ બાબત જિલ્લા આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ભાયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએથી જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. નૂપૂર પ્રસાદ, ડી.પી.સી. યગ્નેશ ખારેચા, ડી.પી.એચ.એન. જયાબેન રાઠોડ, પી.એમ.એ. વિજય જોષીભાઈ તેમજ અન્ય સ્ટાફ ગણ દ્વારા ખેત શ્રમિકના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને તેમની રસીકરણ અંગેની ગેર માન્યતા દૂર કરીને સરળ ભાષામાં સમજુતી આપવામાં આવી હતી. આ સરળ સમજુતી મળવાથી બાળકનું સ્વાસ્થ્ય સારું છે. તેને હાલમાં કોઇ જ તકલીફ નથી, તેમજ બાળકના પરિવારજનોની ગેર માન્યતા પણ સાથો-સાથ દુર થઈ છે.