લાલપુરના ગોવાણામાં બોરમાં બાળક પડ્યું, રેસ્ક્યું માટે ટીમો દોડી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં આવેલ ગોવાણા ગામની સીમમાં બાળક બોરમાં પડતા સનસનાટી મચી ગઈ છે. વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં 2 થી 2.5 વર્ષનો ખેતમજૂરી માટે આવેલ પરિવારનો બાળક ખાબક્યો છે. અંગે જાણ થતા જ લાલપુર થી 108 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને જામનગર થી ફાયર બ્રિગેડ ની ટીમ પણ દોડી ગઈ છે.  બોરમાંથી બાળક રડવાનો અવાજ પણ આવી રહ્યો છે. ત્યારે મામલતદાર અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. અને બાળકની જિંદગી બચાવવા પ્રયાસ હાથ ધરાયો છે.