જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામનો શિલાન્યાસ, જામસાહેબ સહિત સંતો મહંતોની ઉપસ્થિતિ…

ધર્મ-આધ્યાત્મિક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા અનુયાયીઓ ધરાવતા શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની જામનગરમાં આવેલ આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરનું 400 વર્ષ બાદ અક્ષય તૃતીયા એટલે કે, અખાત્રીજના શુભ દિવસે જીર્ણોદ્ધાર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

છોટીકાશી ગણાતા જામનગરના રાજવી જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી, શ્રી 5 નવનપુરી ધામ- ખીજડા મંદિરના આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, શ્રી 5 મહામંગલ પૂરી ધામ- સુરતના શ્રી 108 સૂર્યનારાયણજી મહારાજ, શ્રી સદાનંદજી મહારાજ, અમૃતરાજજી મહારાજ, જગતરાજજી મહારાજ, ટહલકિશોરજી મહારાજ, સહિતના સંતો મહંતો અને ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થિતિમાં જામનગરના પૌરાણિક એવા શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર નો શિલાન્યાસ સમારોહ સંપન્ન થયો હતો.

આ પ્રસંગે પ્રણામી ધર્મના અનુયાયીઓએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. જામનગરમાં આવેલ શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરનું નૂતન મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવનાર છે.

આગામી ત્રણ વર્ષ આસપાસ આ મંદિરનું નિર્માણ સંપન્ન થશે જેના માટે અલગ અલગ ટીમો બનાવી સંતો મહંતોની માં મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે.