આંગણવાડી વર્કરોના હોબાળા બાદ સુપરવાઈઝર ભાનુબેન જાદવ સસ્પેન્ડ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં આંગણવાડી વર્કરના મૃત્યુને લઈને હોબાળો થયા બાદ આંગણવાડી સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી માનસિક ત્રાસ આપવાના આંગણવાડી વર્કરોના નિવેદનોને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મૃતક આંગણવાડી વર્કર લીલાબેન પરમારની ફાઇલ તસવીર 

જામનગર જિલ્લાના સિક્કામાં કોડ નંબર 187માં આંગણવાડી વર્કર તરીકે કાર્યરત લીલાબેન પરમાર નામના મહિલાનું પ્રેગ્નન્સી દરમ્યાન સુપરવાઇઝર દ્વારા તેમને ફરજિયાત કામ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું અને માનસિક ટોર્ચર કરવા અંગેની આંગણવાડી વર્કરોના એસોસિએશન એ ICDS ના પ્રોગ્રામ ઓફિસર સમક્ષ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.

સસ્પેન્ડ કરાયેલા સુપરવાઈઝર ભાનુબેન જાદવ

અવારનવાર ઘટક-2ના સુપરવાઇઝર ભાનુબેન જાદવ દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે પણ આંગણવાડી વિકારોએ આક્ષેપો કર્યા છે. અંતે ICDS ના પ્રોગ્રામ ઓફિસર સમક્ષ આંગણવાડી વર્કરો અને હેલ્પરોને સુપરવાઇઝરના ત્રાસથી મુક્તિ અપાવવા માંગણી સાથે પહોંચ્યા હતા. અને જ્યાં આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી માનસિક ત્રાસ આપતા સુપરવાઇઝર ભાનુબેન જાદવને મુક્ત કરવામાં આવે તેવી માગણી સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

બહુચર્ચિત આંગણવાડી વર્કરોના માનસિક ત્રાસ આપવાના પ્રશ્ને આંગણવાડી વર્કર સગર્ભા મહિલાનું પ્રસુતિ બાદ મૃત્યુ નીપજ્યું છે અને જેના પર ગંભીર આક્ષેપ લાગ્યા છે તેવા સુપરવાઈઝર ભાનુબેન જાદવને આંગણવાડી વર્કરોને ત્રાસ આપતા હોવાના આવેદનપત્ર બાદ તાત્કાલિક અસરથી આઇસીડીએસ વિભાગના અધિકારી પ્રજ્ઞાબેન રાવલે ડીડીઓ સાથે પરામર્શ કરી ફરજ મુક્ત એટલે કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને આ સમગ્ર મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા છે. અને તપાસના અંતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.