ગાંધી નિર્વાણ દિને જામનગરના વિકાસ ગૃહમાં પ્રાર્થનાસભા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

કસ્તુરબા સ્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિતે ખાસ પ્રાર્થના સભાનું આયોજન સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરની વિશેષ ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું.

સંસ્થાની ચિલ્ડ્રન હોમની વિદ્યાર્થીની અંજલી પરમાર અને માનદ મંત્રી સુચેતાબેનની દ્વારા ગાંધીજીને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રમુખ કરશનભાઈ ડાંગરે ગાંધીજીની પ્રેરણાદાયી વાતો કરી ને દિવસ નું મહત્વ સમજાવ્યું છે.

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ડૉ.કલ્પનાબેન ખંઢેરીયા એ ગાંધીજીની વિશેષ વાત કહી હતી. પ્રાર્થના કાર્યક્રમમાં સંસ્થાના કા. વા સમિતિના સભ્યો, વિભાગીય વડા, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.