જામનગરના ધ્રોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંઘશિક્ષા વર્ગ પ્રથમ વર્ષનો જાહેર સમારોપ કાર્યક્રમ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંઘશિક્ષા વર્ગ પ્રથમ વર્ષ ધ્રોલ જાહેર સમારોપ 27, મે 2023ના સંપન્ન થયો હતો. 1925 માં રોપાયેલુ સંઘ બીજ આજે 98મા વર્ષે સમાજ જીવનમાં વટ વૃક્ષ સ્વરૂપે વિદ્યામાન છે,સંઘકાર્યનો મુખ્ય આધાર છે કાર્યકર્તા. કાર્યકર્તા પ્રશિક્ષણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકિયા (ધ્રોલ) ખાતે યોજાયેલ સંઘ શિક્ષા વર્ગનો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાઈ ગયો.જેમાં અતિથિ વિશેષ તરીકે જાણીતા ઉદ્યોગપતિ પરસોત્તમભાઈ કમાણી અને મુખ્ય વક્તા તરીકે મહેશભાઈ ઓઝા સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહે માર્ગદર્શન આપેલ હતું.

કાર્યક્રમની શરૂઆતમાં પ્રશિક્ષણ મેળવેલ સ્વયંસેવકો દ્વારા ,પ્રત્યુત્યચલનમ, સાંધિક ગીત, પ્રદક્ષિણા સંચલન પ્રાત્યક્ષિકે( ઘોષ, દંડ યુદ્ધ, નિયુદ્ધ દંડ,દ્રષ્ટિ,દંડ સામૂહિક સમતા ,દંડયોગ ,યોગાસન) શ્રોતાઓમાં આકર્ષણ જમાવ્યું હતું

 વર્ગ કાર્યવાહ દેવેન્દ્રભાઈ દવે દ્વારા વર્ગની માહિતી અપાય 40 ગામમાંથી 700 રોટલી ભાખરી રોટલા 100 પરિવાર દ્વારા માતૃ હસ્તે ભોજન કરાવવામાં આવ્યુ હતું.

વ્યક્તિક ગીત કરવટ બદલ રહા હૈ દેખો….બાદ મુખ્ય અતિથિજાણીતા ઉદ્યોગપતિ પરસોત્તમભાઈ કમાણીએ જણાવ્યું હતું કે: વાણી વિચાર વાંચન વ્યવહાર વિવેક દ્વારા સ્વભાવ પરિવર્તન પોતાના અનુભવનુ જ્ઞાન , રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ ના પુસ્તકોનું વાંચન ખેડૂતોનું ઋણ ચૂકવવા સેવા કાર્ય ડાંગ જિલ્લાનું એક ગામ દત્તક લીધું ખેડૂતો માટે મશીનરી બનાવી ખેડૂતને આત્મનિર્ભર બનાવવા પ્રયત્ન પોતાના ગામનું ઋણ ઉતારવા દરેકે પ્રયત્ન કરવો ભાગીદારીમાં ધંધો કરીએ છીએ તેમ ખેતી કરીએ પોતાની શક્તિને બહાર લાવીને રાષ્ટ્ર કાર્યમાં જોડાઈ જઈએ સ્વવિકાસ દ્વારા રાષ્ટ્ર વિકાસની વિભાવના વ્યક્ત કરી.

મુખ્ય વક્તા મા.મહેશભાઈ ઓઝા( પ્રાંત કાર્યવાહ) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રશિક્ષણની વ્યવસ્થા શરૂઆતથી જ ચાલે છે સમાજ અને રાષ્ટ્રકાર્ય કરવા માટે પોતાના શરીરને ચાર કલાક શારીરિક અને દિવસ દરમિયાન વિવિધ બૌદ્ધિક સત્રો દ્વારા શિક્ષાર્થીઓનું પ્રશિક્ષણ કષ્ટમા પણ આનંદ .નોકરીમાંથી 20 દિવસ રજા ન મેળવાથી રાજીનામું આપી વર્ગમાં ઉપસ્થિત રહ્યા .પરિવારમાં દુઃખદ ઘટના છતા વર્ગ સાધના પૂર્ણ કરી.શહિદ વીર હેમુ કાલાણીનું બલિદાન નાની ઉંમરમાં ફાંસી એ પણ આનંદથી. સ્વયંસેવકોના વ્યવહાર દ્વારા સામાજિક પરિવર્તન થાય તેવી અપેક્ષા હેમુ કાલાણીનું જન્મ શતાબ્દી વર્ષ મહર્ષિ દયાનંદ સરસ્વતીનું 200મું જન્મ શતાબ્દી વર્ષ સ્વામી રામતીર્થનું ભારત સાથે એકાત્મક ચિંતન સ્વામી વિવેકાનંદની સમાજ માટે અનુભૂતિની તાદામ્યતા એ એમની અનેરી અને આનંદપૂર્વકની ભારતભક્તિ હતી.

ભારતને વિઘટીત કરવાના અનેક પ્રયત્નો ચાલે છે સમાજની એકાત્મતા તોડવા માટે પ્રયત્નો થાય છે. અસ્પૃશ્યતા આપણા સમાજની નબળાઈ છે.ઈશાવાસ્યમ સર્વમ ઇદમમા માનનારો આપણો દેશ છે. પ.પુ સરસંઘચાલકજીનો આગ્રહ એક ગામ ,એક મંદિર ,એક જળાશય એક સ્મશાન દયાનંદ સરસ્વતી દ્વારા પાખંડનુ ખંડન માટે પ્રયાસો થયા.સમસ્યાના સમાધાન માટે સંઘનો પ્રયાસ સીમા સુરક્ષા માટે સંઘનો વિચાર કરવામાં કચ્છમાં કાળા ડુંગર પર દત્તજયંતિ પદયાત્રા ,સરકાર દ્વારા રણોત્સવ વગેરે પ્રયત્નોથી આજે સ્થિતિ બદલાણી છે.

સમાજના કાર્ય માટે જવાબદારી સ્વીકારી કાર્ય કરવું .હિન્દુ જીવન મૂલ્યોનું વ્યવહારમાં દર્શન ભારત અર્થ કેન્દ્રિત ન હતો. સો હાથથી કમાવુ અને હજાર હાથથી દાન કરવુ એ પરમ ધર્મ. આધ્યાત્મિકતાની રીતે ભગવાન મહાવીર સ્વામીનું 2550મુ નિર્વાણ વર્ષ સમાધિનું અનુપમ ઉદાહરણ અનુભૂતિથી ઈશ્વરની પ્રાપ્તીનો માર્ગ બતાવ્યો.ભારત પાસે દુનિયાને શાંતિનો માર્ગ પ્રશસ્ત કરવાનો આ એકમેવ માર્ગ છે.ઉધમસિંહ દ્વારા જલિયાવાલા બાગના હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર જનરલ ડાયરની ગોળી મારીને હત્યા કરાતા ફાંસીની સજા થઇ.એક માતા સાક્ષી હતી પણ એમનું સન્માન.આ રિતે માતૃશક્તિનો મહિમા.

98 વર્ષમાં સંઘનો સમાજમાં પ્રભાવ ઉભો થયો છે. નિવૃત્ત જજ કેટી થોમસના મત મુજબ : સંઘ દેશની રક્ષા કરી રહ્યો છે. દુનિયાને ભારતે વસુદેવ કુટુંબકમનો મંત્ર આપ્યો તેના દ્રારા આચરણનો પ્રભાવ. લોક મનને હિંદુત્વથી વિમુક્ત કરવાના પ્રયત્નો પણ ચાલે છે દિવાળી હોળી વખતે ઉજવણી બાબતે ભ્રામક વિમર્શો દ્રારા વૈચારિક ષડયંત્ર ચાલી રહ્યુષછે.1815 માં અંગ્રેજો દ્વારા શીખને હિંદુથી અલગ કરવાના પ્રયત્નોથી શરૂઆત , શરુમા નિષ્ફળ પરંતુ ત્યારબાદ સફળતા . સંતો માટે અંધશ્રદ્ધા ઉત્પન્ન થાય તેવા પ્રયત્નો ચાલે છે. હિન્દુ જનસંખ્યા ન ઘટે તે વિચારવું ,મતાંતરણ ન થાય અને ઘરવાપસી માટે મોટો પ્રયત્ન કરવાની જરૂર છે.

આ વર્ગમાં સાંસદો , મંત્રીઓ , વિધાયકો અને આમ જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.પ.ક્ષેત્રના મા.સંઘચાલક ડો.જયંતિભાઇ ભાડેસિયા અને પ્રાંતના મા.સંઘચાલક મુકેશભાઇ મલકાણ વિશેષ ઉપસ્થિત હતા.પ્રાર્થના અને ધ્વજાઅવતરણ બાદ સામૂહિક ભોજન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.