ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રના કરણ ગ્રુપ દ્વારા જામનગરમાં અશોક લેલેન્ડના લાઈટ કોમર્શિયલ વ્હીકલ (LCV) શોરૂમ ‘કરણ ઓટોલિંક પ્રાઇવેટ લિમિટેડ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જામનગર-રાજકોટ હાઈવે પર સ્થિત આ સેન્ટરના કાર્યરત થવાથી હવે સ્થાનિક ગ્રાહકોને અશોક લેલેન્ડના તમામ લાઈટ કોમર્શિયલ વાહનો એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
આ નવા શોરૂમનું ઉદઘાટન ૧૧ મે, ૨૦૨૬ના રોજ અશોક લેલેન્ડના હેડ-નેટવર્ક ડેવલપમેન્ટ એન્ડ સેલ્સ ટ્રેનિંગ સંજય બોઝના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના ઉચ્ચ અધિકારીઓ, શહેરના ઉદ્યોગપતિઓ અને કરણ ગ્રુપના આમંત્રિતો હાજર રહ્યા હતા. તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ આ શોરૂમમાં અશોક લેલેન્ડના પ્રખ્યાત મોડલ્સ જેવા કે દોસ્ત (Dost), બડા દોસ્ત (Bada Dost), પાર્ટનર (Partner) અને સ્ટાન્ડર્ડ પેસેન્જર બસનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
વેચાણની સુવિધા સાથે અહીં ગ્રાહકો માટે આફ્ટર-સેલ્સ સર્વિસ અને સ્પેરપાર્ટ્સની સંપૂર્ણ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. જામનગર અને અમદાવાદમાં મજબૂત હાજરી ધરાવતા કરણ ગ્રુપના મતે, જામનગરના ઝડપી ઔદ્યોગિક વિકાસને જોતા આ નવું સાહસ સ્થાનિક ટ્રાન્સપોર્ટરો અને નાના ઉદ્યોગ સાહસિકો માટે મદદરૂપ સાબિત થશે.
