વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ધરમપુર અને ધોરીવાવની આંગણવાડીમાં વાનગી સ્પર્ધા, વિજેતા બહેનોને પ્રોત્સાહન ઇનામ આપાયા

સૌરાષ્ટ્ર-કચ્છ સ્વાદ કોર્નર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામખંભાળિયા :

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. જેમાં જામ ખંભાળિયાના ધરમપુર અને ધોરીવાવની આંગણવાડીમાં વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી.

વાનગી સ્પર્ધા યોજાઇ

આંગણવાડીમાં યોજાયેલી વાનગી સ્પર્ધામાં બહેનોએ અવનવી પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી.  વિજેતા બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આંગણવાડીના બહેનોએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.