ધી જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સ્ટોર્સ લી.ના ડાયરેક્ટરોની વરણી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં 8, માર્ચ 1968થી અવિરત સેવાઓ આપતી સહકારી સંસ્થા ધી જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સ્ટોર્સ લી. (અપના બજાર)ના વર્ષ 2022ની બોર્ડ ઓફ ડાયરેક્ટર ની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માટે 15 સભ્યોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 6 સભ્યોએ પોતાના ફોર્મ પરત ખેંચતા 9 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ 9 સભ્યો પૈકી બે સભ્યો નવા ડાયરેક્ટર તરીકે સૌપ્રથમ વખત પસંદગી પામ્યા છે.

ધી જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સ્ટોર્સ લી. (અપના બજાર)ના ડાયરેક્ટરોમાં કે.પી. સરવૈયા, મહેશ શાંતિલાલ મહેતા, કોર્પોરેટર નિલેશ બીપીનચંદ્ર કગથરા, ભીમદેવસિંહ આણંદસિંહ ચુડાસમા, આનંદ કરસનભાઈ ડાંગર, શાહબુદ્દીન અલીભાઈ અભવાણી, વિપુલ કાંતિલાલ મહેતા (ભુરાભાઈ), મનહરલાલ હીરાલાલ ત્રિવેદી અને યોગીતાબેન શૈલેષકુમાર શેઠની બિનહરીફ વરણી થઈ છે.

જામનગરમાં એલપીજી ગેસ સિલિન્ડર સેવા અને પાઠ્યપુસ્તક વિતરણ વ્યવસ્થા સંભાળતી અપના બજાર સંસ્થા તરીકે ઓળખાતી ધી જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સ્ટોર્સ લી.ના ડાયરેક્ટરોની ચૂંટણી દરમિયાન બિન હરીફ વરણી થતા નવા આવેલા બંને ડાયરેક્ટરોને ધી જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સ્ટોર્સ લી. ટાઉનહોલ પાસે આવેલી ઓફિસ ખાતે આવકારી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધી જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સ્ટોર્સ લી.ના ઇન્ચાર્જ મેનેજર સાગર વોરાએ કર્યું હતું. આ પ્રસંગે બિનહરીફ જાહેર થયેલા તમામ ડાયરેક્ટરોએ આવનારા સમયમાં સંસ્થા દ્વારા રચનાત્મક અને લોક ઉપયોગી કાર્યો થતી સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોના સ્થાન માટે કામ કરવા તત્પરતા દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *