જામનગરમાં SP અને કમિશનરે રસ્તા ઉપર ઉતરી લાલ આંખ કરી, રખડતા ઢોર મુકનારની ખેર નથી…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર શહેરમાં વર્ષો જૂની ઢોરની સમસ્યા ને લઈને હવે એસપી, કમિશનર મેદાને ઉતર્યા છે. જાહેર રસ્તાઓ ઉપર બિલ્ડીંગો જમાવીને બેસતા ફેરિયાઓ તેમજ ખુલ્લામાં ઢોર મૂકી દેતા ઢોર માલિકો સામે તંત્ર આકરા પાણીએ છે.

જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી આજે પોલીસ કાફલા તેમજ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફર્યા હતા. જામનગરની સુભાષ શાક માર્કેટ પાસે પહોંચીને સૌપ્રથમ રસ્તા ઉપર અડિંગો જમાવી દુકાનો હોવા છતાં પણ બહાર પાથરણાં પાથરી ટ્રાફિકને અડચણરૂપ થતા લોકોને આખરી વોર્નિંગ આપવામાં આવી છે.

જામનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી રસ્તે રજડતા ઢોરના ત્રાસને લઈને લોકોને ઢોર ફળફેટે લઈ ઇજા પહોંચાડતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે અનેક વખત રખડતા ઢોરના મુદ્દે રજૂઆતો થયા બાદ સફાળું તંત્ર જાગ્યું હોય તેમ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને મ્યુનિસિપલ કમિશનર વિજય કુમાર ખરાડી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખુલ્લા ઢોર મૂકી દેનાર ઢોર માલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ખુલ્લી ચીમકી આપવા પહોંચ્યા હતા.

શહેરીજનોને અવારનવાર ઢોર દ્વારા કનડગત કરવામાં આવતી હોય છે અને રસ્તાઓ ઉપર વાહનચાલકોને પણ રસ્તે રજડતી રંજાળને લઈને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે હવે અધિકારીઓએ કાયદાનો ડંડો ઉગામ્યો છે અને આવનારા દિવસોમાં કડક હાથે કાર્યવાહી થશે તેવા નિર્દેશો આપ્યા છે ત્યારે અધિકારીઓની રહી રહીને પ્રજાજનોના હિત માટે કામગીરી કરવાની હિંમત ને લોકો પણ દાદ દેશે. પરંતુ ભલામણો અને શેહ શરમ રાખ્યા વગર તટસ્થ રીતે રસ્તે રજડતા ઢોર મુકનાર માલિકો સામે કાર્યવાહી કરશે તો લોકો પણ અધિકારીઓને સરાહશે તે ચોક્કસ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *