શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૮ મો વાર્ષિકોત્સવ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૮ મો વાર્ષિકોત્સવ નિમિત્તે આર્ય આભા, તેજસ્વી વિદ્યાર્થીનીઓ અને વિશિષ્ટ ગુરૂજનો નું સન્માન કરવામાં આવ્યું હતું.

આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય નો ૭૮ મો વાર્ષિકોત્સવ ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગર ના પ્રમુખ દીપકભાઈ ઠક્કર ના અધ્યક્ષસ્થાને સમારોહ પૂર્વક ઉજવવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિવિશેષ તરીકે જામનગર જીલ્લાના કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટકેતનભાઈ ઠક્કર, જામનગર જીલ્લાના શિક્ષણાધિકારીવિપુલભાઈ મહેતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીફાલ્ગુનીબેન પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા (દિગુભા), કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના ટ્રસ્ટીઅને જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ કરશનભાઈ ડાંગર, સ્વ. હસમુખરાય ગોકળદાસ શાહ મેમોરીયલ ટ્રસ્ટ (જી.ડી.શાહ હાઈસ્કુલ-જામનગર)ના ટ્રસ્ટી, જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના માનદ્દમંત્રી જતીનભાઈ શાહ, જાણીતા શિક્ષણવિદ્દ, કેળવણીકાર, પ્રણામી હાઈસ્કુલ-જામનગર, રતનબાઈ કન્યા વિદ્યાલય-જામનગર, ગંગાજળા વિદ્યાપીઠ અલીયાબાડાના ટ્રસ્ટી, જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ દિલીપભાઈ આશર, રતનભાઈ કન્યા વિદ્યાલય – જામનગરના ટ્રસ્ટી ચંદ્રિકાબેન બારદાનવાલા, જામનગર જીલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા, જી.એસ. મહેતા ગર્લ્સ હાઈસ્કુલ, જામનગર ના આચાર્યા હીનાબેન તન્ના, સમાજ સેવક મહાવીર દળ – જામનગર (સ્મશાન વ્યવસ્થા સમિતિ) ના માનદ્દમંત્રી, વિશ્વનાથ વ્યાયામ પ્રચારક મંડળના ઉપપ્રમુખ દર્શનભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

શાળાની અલગ–અલગ ક્ષેત્રમાં તેમનું નામ રોશન કરી રહેલા પૂર્વ વિદ્યાર્થીની બહેનો પૈકી સાત બહેનોનુ “આર્ય આભા” પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યુ.

“આર્યઆભા” તરીકે ડો. પુજાબેન જાની, ડો. પૂજાબેન શિયાળ, ડો. મનાલીબેન પાગડાર, પુનમબેન નાંઢા, ધારાબેન જોબનપુત્રા, હેતલબેન વારા અને અંકિતાબેન પાલાનું ઉપવસ્ત્ર, સન્માન પત્ર, શુભેચ્છા ભેટ તેમજ પુસ્તક ભેટથી સન્માન કરવામાં આવેલ.

“આર્યઆભા” તરીકે પુરસ્કૃત ડો. પુજાબેન જાની અને હેતલબેન વારા દ્વારા તેમના પ્રતિભાવો વ્યકત કરવામાં આવેલ.

આ સન્માન મુખ્ય અતિથિવિશેષો, આર્યસમાજ – જામનગરના પદાધિકારીઓ, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય – જામનગરના આચાર્યા અને અન્ય સ્ટાફના વરદ હસ્તે કરવામાં આવેલ હતું.

જામનગર જીલ્લાના કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ કેતનભાઈ ઠક્કર, જામનગર જીલ્લાના શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા (દિગુભા)એ માર્ગદર્શનીય ઉદબોધન આપેલ.

શાળામાં H.S.C. અને S.S.C. બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૫ માં લેવાયેલ પરીક્ષામાં અલગ-અલગ વિષયમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરાવનાર શિક્ષિકા બહેનોનું અભિનંદન પત્ર અને સ્મૃતિભેટ થી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.

શાળામાં અભ્યાસ કરતી શ્રેણી ૧ થી ૧૨ ની તેજસ્વી વિદ્યાર્થીનીઓને ભેટ, રોકડ પુરસ્કાર અને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવી.

સ્વાગત પ્રવચન ધવલભાઈ બરછા દ્વારા આપવામાં આવેલ. અધ્યક્ષીય ઉદબોધન આજની સભાના અધ્યક્ષ દીપકભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવેલ, તેમજ સંસ્થા શાળાનો પરિચય અને આભાર દર્શન આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા દ્વારા કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં આર્યસમાજ જામનગર ના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, ઉપપ્રમુખ વિજયભાઈ ચૌહાણ, માનદ્ મંત્રી ધવલભાઈ બરછા, ઉપમંત્રી મનોજભાઈ નાંઢા, કોષાધ્યક્ષ વિનોદરાય નાંઢા, પુસ્તકાધ્યક્ષ જગદીશભાઈ મકવાણા, અંતરંગ સદસ્ય ધીરજલાલ નાંઢા, ભરતભાઈ આશાવર, પ્રભુલાલ જેઠાલાલ મહેતા, તેજભાઈ ઠક્કર, રામભાઈ બરછા, નીમુબેન રામાણી, સતપાલજી આર્ય, વિશ્વાસભાઈ ઠક્કર, સતપાલજી આર્ય, સુનીતાબેન ખન્ના, સભાસદ વિરેન્દ્રભાઈ રામાણી, અર્ચનભાઈ ભટ્ટ, ભાર્ગવભાઈ મકવાણા, કૈલાદેવી આર્ય, ચંદ્રવદનભાઈ મહેતા, ઈલાબેન ચૌહાણ, રાધાબેન નાંઢા, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયનો સમગ્ર શિક્ષકગણ, વિદ્યાર્થીનીઓ, કર્મચારીઓ અને સેવક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ આર્યસમાજ જામનગર ના પ્રમુખ દીપકભાઈ ઠક્કર અને માનદ્ મંત્રી ધવલભાઈ બરછા અને પ્રફુલ્લાબેન રૂપડીયાના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવેલ.

આ કાર્યક્રમ નું સંચાલન મિન્ટુબેન ચોવટિયા અને નીપાબેન મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.