જામનગરના તળાવની પાળે નેવીના જવાનોએ સંગીતમયી સુરાવલી સાથે લોકોને દેશભક્તિના રંગે રંગ્યા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના લાખોટા તળાવની પાળ ખાતે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નેવી બેન્ડ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નેવીના જવાનો દ્વારા વિવિધ દેશભક્તિના ગીતોની ધુનો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત નાના બાળકો દ્વારા વિવિધ મહાનુભાવોની વેશભૂષા પણ રજૂ કરવામાં આવી હતી. સાથે સાથે ભારતીય સૈન્યમાં સારી કામગીરી કરનાર જવાનો અને તેના પરિવારજનોને આ તકે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

ભારતની આઝાદીના ગૌરવશાળી 75માં વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગરમાં આઈ એન એસ વાલસુરા દ્વારા લાખોટા તળાવ ખાતે નેવલ બેન્ડ કોન્સર્ટ નું આયોજન કરવા માં આવ્યું હતું. આ કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકા ના મેયર બીનાબેન કોઠારી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા.

આ ઉપરાંત જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું સજોડે ખાસ હાજર રહ્યા હતા. નેવી ના જવાનો એ સુમધુર સુરવલી ની ધૂન વહાવી હતી.જેને સાંભળી ને લોકો આફરીન પોકારી ઊઠ્યાં હતા.

આ કાર્યક્રમ માં નેવી ના અધિકારી , તેમના પરિવાર જનો, નગરજનો, બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાના બાળકોએ વિવિધ મહાપુરુષોની વેશભૂષા ધારણ કરીને કાર્યક્રમ રજૂ કર્યો હતો .જેને ઉપસ્થિત પ્રેક્ષકો એ તાળી ઓ ના ગડગડાટ થી વધાવી લીધો હતો.

જામનગરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તળાવની પાળ ખાતે યોજાયેલા નેવી બેન્ડ કોન્સર્ટ અંતર્ગત લોકોએ દેશભક્તિની ધુનો સાંભળી દેશભક્તિના રંગે રંગાયા હતા તો બીજી તરફ સેનામાં ઉત્તમ કામગીરી કરનાર નેવીના રિટાયર અધિકારી અને સૈનિકોને તેમજ શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.