બેંગલોરમાં જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીએ ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડ્યો

ખેલ-કૂદ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડી બગડા ચંદ્રેશભાઈ મુળજીભાઈએ ગત તા.૧૯ ઓગષ્ટના રોજ બેગ્લોર ખાતે પેરાલિમ્પીક કમિટી ઓફ ઈન્ડીયા ધ્વારા યોજાયેલ ૪થી ઈન્ડીયન ઓપન નેશનલ પેરા એથ્લેટીકસ ચેમ્પીયનશીપ-૨૦૨૨ ઉચીકૂદમાં(૧.૭૫ મી.) પ્રથમ ક્રમ સાથે ગોલ્ડમેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ જામનગર જિલ્લાનું તેમજ શેઠવડાળા અનુસુચિત જાતિ સમુદાય બગડા પરિવાર અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરનું ગૌરવ વધાર્યું છે. ચંદ્રેશભાઈની  આ સિદ્ધિ બદલ અનેક મહાનુભાવો ધ્વારા હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના દિવ્યાંગ પ્રમુખ અને એડવોકેટ સતારભાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.