કૃષિમંત્રી રાઘવજી પટેલે જોડિયાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોમાં થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કરી હૈયાધારણા આપી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીરાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ જોડિયા તાલુકાના વિવિધ ગામડાઓ જેમાં ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ ગામની મુલાકાત કરી હતી. કૃષિમંત્રીએ ખેડૂતો સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ જાણી હતી અને જણાવ્યું હતું કે, સરકાર હરહંમેશ ખેડૂતોની સાથે છે. અને શક્ય એટલી ત્વરિત રાહત આપવા માટે કટિબદ્ધ છે, તેમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મંત્રીએ મોરબી જિલ્લાના પણ અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પાક નુકસાની અંગેનું નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખધરમશીભાઇ ચનીયારા, જોડિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જેઠાભાઈ અઘેરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરિયા, ભીમજીભાઈ મકવાણા, રસિકભાઈ ભંડેરી, પદુભા જાડેજા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.