પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય જામનગરના સુષમા દીદીજીના પ્લેટીનમ વર્ષની ઉજવણી

ધર્મ-આધ્યાત્મિક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય જામનગરના ક્ષેત્રીય સંચાલિકા રાજ્યોગીની બ્રહ્માકુમારી સુષમા દીદીજીના પ્લેટીનમ વર્ષ ના ઉપલક્ષમાં એમની સેવાઓને સન્માનિત કરવા માટે જામનગરણી ભિન્ન-ભિન્ન સંસ્થાઓ દ્વારા બ્રહ્માકુમારીઝ જામનગર ના સહયોગ થી તાજેતરમાં ટાઉન હોલ ખાતે ખુબ જ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે જામનગર શહેરમાં વિશાળ શાંતિ કળશ શોભા યાત્રા’ 75 શાંતિ કળશધારી માતાઓ-બહેની તથા શહેર કે અસંખ્ય ભાઈ-બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રાનું શહેરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાંજ ના કાર્યક્રમમાં મુખ્ય અતિથી ના રૂપમાં જામનગર અને દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ તથા મુંબઈથી પધારેલ રાજ્યોગીની બ્રહ્માકુમારી નલીની દીદીજી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ભાજપ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા એ વિશેષ અતિથિ ના રૂપમાં હાજરી આપી. વિશેષ આશીર્વાદ માટે શાસ્ત્રી ચત્રભુજદાસજી મહારાજ, લક્ષ્મણદેવજી મહારાજ, ગ્રંથીજી મહારાજ એ ઉપસ્થિત રહીને, શુભકામનાઓ વ્યક્ત કરી હતી.બ્રહ્મા કુમારીઝની મીડિયા વિંગના રાષ્ટ્રીય સંયોજક અને વિશ્વ વિખ્યાત લેખક અને કટારલેખક રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજીએ પણ વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

બ્રહ્માકુમારી સંસ્થા વિશ્વ શાંતિ સ્થાપના માટે માનવ જીવન ઉત્થાનમાં એક અદ્ભુત પરિવર્તન કરવા માટે શ્રેષ્ઠ અને સકારાત્મક વિચારો સાથે અથક પ્રયાસ કરી રહી છે. તેમ સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું.

બ્રહ્માકુમારી ડૉ.નલીની દીદીજી એ સભાગારમાં વિરાજમાન બધાં ભાઈ-બહેનો નું આહ્વાન કર્યું અને કહ્યું કે,’આઓ આપને બધાં મળીને ભારતને સ્વર્ણિમ યુગ બનાવવા માટે પરમાત્માને સહયોગ દઈએ,આ હવે વિશ્વ પરિવર્તનનો સમય છે, સંપૂર્ણ વિશ્વ ક્રોધની અગ્નિ માં બળી રહ્યું છે. ત્યારે આઓ આપને સંપૂર્ણ વિશ્વ ને જ એક નવ-વિશ્વ, નવ-ભારત બનાવીએ.

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા એ બ્રહ્માકુમારી સુષમા દીદીજી ને શાલ ઓઢાળીને સન્માન કર્યું, પ્લેટીનમ જ્યુબીલી નું શુભકામનાઓ દીધી અને કહ્યું કે,’અમે સંપૂર્ણ વિશ્વ ને અને ખાસ ભારત ને થોડા જ સમયમાં સોને કી ચીડિયા બનાવીને છોડીશું.’
જામનગર શહેરનાં મેયર બીનાબેન કોઠારી જામનગર દ્વારા સુષમા દીદીજીને સન્માન પત્ર તથા શાલ ઓઢાળીને પ્લેટીનમ જ્યુબિલીનાં 75 વર્ષની શુભકામનાઓ આપી હતી.

શહેરની વિભિન્ન સંસ્થાઓ માં સ્વામીનારાયણ સંપ્રદાય, પ્રણામી સંપ્રદાય, લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ- અતુલભાઈ, જાયન્ટ્સ ક્લબ વેલ્ફેર ફાઉન્ડેશન- દુષ્યંતભાઈ પંડયા, પિંક ફાઉન્ડેશન- શેતલબેન શેઠ, પતંજલિ યોગ બોર્ડ- પ્રીતીબેન શુક્લા, આહીર સમાજ- રચનાબેન માડમ દ્વારા સુષમા દીદીજી ને એમના દ્વારા જામનગરમાં આપી રહેલ આધ્યાત્મિક એવં ચરિત્ર નિર્માણની સ્થાપના હેતુ સન્માન પત્ર તથા શાલ ઓઢાળીને સન્માન કર્યું હતું.

જામનગર,દ્વારકા,ખંભાલીયા,કાલાવડ,ધ્રોલ આદિ સ્થાનોથી સેંકડો ભાઈ-બહેનોએ આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો. માઉંન્ટ આબુ, રાજસ્થાનથી સંસ્થાનનાં મુખ્યાલયથી પધારેલ બ્રહ્માકુમારી સુમનબેન એ સુંદર રીતે મંચ સંચાલન કર્યું તથા મુદ્રા ગ્રુપ-ડૉ.નેહાબેન શુક્લા દ્વારા અદ્ભુત નૃત્ય નાટિકા, ચંડીગઢ થી પધારેલ સિંગર અનીલ ભાઈ એ કાર્યક્રમની શોભા વધારી તથા પંજાબી ભાંગડા દ્વારા લોકો માં અનેરો ઉમંગ-ઉત્સાહ લાવ્યો હતો.