જામનગરમાં ગુરુપૂર્ણિમાના અવસરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુરુવંદના

ધર્મ-આધ્યાત્મિક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુરુપૂર્ણિમાના શુભ અવસરે છોટી કાશી ગણાતા જામનગરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યાપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે આચાર્ય પ.પુ.શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, વડતાલના પ.પૂ. સ્વામી શ્રી ચતુર્ભુજદાસ, વડતાલના મહંત સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. શ્રી આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી, BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી ધર્મનિધિ સ્વામી, ગુરુદ્વારાના પૂ. ગ્રંથી સાહેબ, પ.પૂ. 1008 શ્રી ભાણ સાહેબના ગાદીપતિ પ.પૂ. કિશન મહારાજ, શ્રી પંચમુખી હનુમાન મંદિર અને પંચાગ્નિ અખાડાના શ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ, તાડિયા હનુમાન મંદિરના મહારાજ પૂ. ભરત બાપુ, “માનવ ઉત્થાન સેવા સમિતિના મહાત્મા પૂ. ભાવના બાઈજી અને દક્ષા બાઈજી, નિજાનંદ આશ્રમના પૂ. સરસ્વતી મહારાજ અને શ્રી બાલા હનુમાન અખંડ સંકિર્તન મંદિરના પ્રેરક શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ગાદીએ જઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી ગુરુ વંદના કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંદેશ ને પહોંચાડી ગુરુપૂર્ણિમા મહોત્સવની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રીય મઠ મંદિરના સંપર્ક સંયોજક અરૂણજી નેટકે, સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળના સંયોજક રવિરાજસિંહ જાડેજાજી, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જીલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, જીલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, જીલ્લા ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશ ગોંડલીયા, જામનગર મહાનગર બજરંગ દળના સંયોજક હિરેનભાઈ ગંઢા, જીલ્લા માતૃશક્તિ સંયાજીકા હીનાબેન અગ્રાવત, જીલ્લા દુર્ગા વાહિની સંયાજીકા કૃપાબેન લાલ, પ્રફુલાબેન અગ્રાવત, પ્રકાશભાઈ વાઘેલા, વિજયભાઈ બાબરીયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *