વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીના અકસ્માત ગ્રસ્ત ઝુલતા પર પહોંચ્યા, દુર્ઘટનામાં ઘાયલ દર્દીઓને પણ મોદી રૂબરૂ મળ્યા

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મોરબી :

મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બનેલી દુર્ઘટનાના સ્થળે પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું અને ઝુલતા પુલમાં તૂટી પડવાથી ઇજાગ્રસ્ત બનેલા દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલમાં મળ્યા છે.

મોરબીમાં રવિવારે ઝુલતા પુલ ની દુર્ઘટના દરમિયાન ઝૂલતો પુલ તૂટી પડવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે આ ઉપરાંત કેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. જેને લઈને સમગ્ર ગુજરાત અને દેશમાં શોક નું મોજુ ફરી મળ્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન અને ગરવા ગુજરાતી નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન આજે મોરબી દોડી આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત ઝૂલતાપુલના સ્થળે જઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ઘટના અંગે વડાપ્રધાન મોદીને માહિતી આપી હતી.

વડાપ્રધાન જુલતાપુલ ના દુર્ઘટના સ્થળના નિરીક્ષણ બાદ સીધા જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત દર્દીઓ અને તેના પરિવારજનો ને મળી સાંત્વના પાઠવી હતી.