જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ABVP નો વિરોધ, પરીક્ષાર્થીઓના હિતને ધ્યાનમાં લેવા 5 માગણીઓ સાથે વિરોધ પ્રદર્શન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા દ્વારા પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થયા બાદ જામનગરના સાત રસ્તા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રવિવારે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવું એ લાખો યુવાનોની આશા પર પાણી ફેરવી દીધું છે, સમયાંતરે પેપર લીક થવું એ પ્રદેશની સ્પર્ધાત્મક પરીક્ષાના તંત્ર પર પ્રશ્નો ઉભા કરે છે, સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. તેમ ABVP એ નિવેદન જાહેર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 24 કલાકમાં પરિક્ષાની નવી તારીખ ઘોષિત થાય, 20 દિવસ ની અંદર ફરી પરિક્ષા યોજવામાં આવે, પરિક્ષા માટે પરીક્ષાર્થીઓની આવશ્યક વ્યવસ્થાઓ(યાત્રા, આવાસ, ભોજન)ની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર લેવામાં આવે, જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક પ્રકરણની તપાસ SIT કરે અને જવાબદારો પર રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ કરાવી આરોપીઓને તાત્કાલિક ધોરણે સખ્ત સજા આપવામાં આવે તેવા 5 મુદ્દાઓ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.