જામનગરમાં ખોડલ માતાજીના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, નરેશ પટેલની 192મી રકતત્તુલા કરાઈ

ધર્મ-આધ્યાત્મિક સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના ખોડલ ગ્રીન્સમાં શ્રી ખોડીયાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવસનું આયોજન કરાયું હતું. જેમાં રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલનું રક્તતુલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મોટી

સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલનું 192થી વધુમી વખત રક્તતુલા કરવામાં આવી છે.

જામનગર શહેરમાં અગાઉ પણ ઘણી વખત ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની રક્તતુલા થઈ ચૂકી છે. ત્યારે ફરી વખત શ્રી ખોડીયાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા ત્રિ દિવસીય મહોત્સવ દરમિયાન રક્તતુલના કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં ખોડલ ગ્રીન્સમાં ખોડલ માતાજીના ત્રિ દિવસીય મહોત્સવનો તારીખ 27-1-2023થી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તારીખ 29-1- 2023 એ પૂર્ણાહુતિ છે. ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીગણેશ પૂજા, પુગ્મહુવાચન, માતાજીનું સામૈયુ, ગ્રહ હોમ, જલા દિવાસ, ધાન્યા દિવાસ, સ્નપન, સય ધિવાસ, સાંચ પૂજન, રક્તતુલા, આરતી, મહાપ્રસાદ,ગણેશાદિ સ્થાપિત, દેવોનું પ્રાત પૂજન, પ્રતિષ્ઠા વિધિ, કળશ-ધજા,મહાપુજા,આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ખાસ ઉપસ્થિત થવાના હતા, જેથી તેમનું સન્માન રક્તતુલાથી કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની 192મી વખત રક્તતુલા જામનગર ખાતે કરવામાં આવી હતી.

ખોડીયાર માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નરેશ પટેલની રક્તતુલા કરાઈ હતી. જેમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, લેવા પટેલ સમાજના પ્રમુખ મનસુખ રાબડિયા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, સ્ટે. કમિટીના ચેરમેન મનીષ કટારીયા તેમજ નગરસેવકો પાર્થ કોટડીયા, ગોપાલભાઈ સોરઠીયા, પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જયેન્દ્ર મુંગરા અને શ્રી ખોડીયાર માતાજી મંદિર જે સાનિધ્યમાં બની રહ્યું છે તેવા ખોડલ ગ્રીન્સના અશ્વિનભાઈ વિરાણી, રાજુભાઈ વિરાણી, ભાવેશભાઈ ગાગીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.