જામનગરમાં 42 ચિકન મટનના નિયમો વગર ચાલતા એકમો મહાનગરપાલીકાએ સીલ કર્યા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર ફૂડ લાઇસન્સ વગરની ચિકન મટનની ધમધમતી દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને 42 ચિકન મટનની નિયમો વગર મન ફાવે તેમ ચલાવતા એકમો પર ધોષ બોલાવી સિલીંગ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર મનપાના કમિશનર વિજય કુમાર ખરાડી ના માર્ગદર્શન મુજબ શહેરના જુદા- જુદા વિસ્તારોમાં ફૂડ લાઇસન્સ ન ધરાવતી હોય ધારા – ધોરણોને નેવી મૂકીને ચાલતી હોય, તેવી ગેરકાયદેસર ચિકન અને મટનની દુકાનો ઉપર ધોષ બોલાવવામાં આવી છે.

જામનગર શહેરના ખોડીયાર કોલોની, ડિફેન્સ કોલોની ,કાલાવડ નાકા બહાર આવેલી ચિકન શોપ જેમાં અનહાઇજેનિક ફૂડ રાખવામાં આવતું હોય તેવી દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી,

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર નીતિન દીક્ષિત , એસ્ટેટ વિભાગના દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળી, ફુડ શાખાના ઇન્સ્પેક્ટર એન.પી.જાસોલીયા, દશરથ ઓસડીયા , શોપ શાખાના ઇન્સ્પેક્ટર હસમુખ પાંડોર, સોલિડ વેસ્ટ શાખાના ઝોન ઓફિસર દીપક પટેલ સાથે મળીને ગેરકાયદેસર નિયમોના ઉલાળિયા કરી ચાલતી કુલ 42 ચિકન મટનની દુકાનોને સીલ કરવાની કામગીરી કરી હતી.