જામનગર નજીક ખીલોસ ગામે પદ્મશ્રી હેમંત ચૌહાણની ભવ્ય સંતવાણી, મહાનુભાવોએ કર્યું બહુમાન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ખિલોશ મુકામે ભીમ સાહેબ ની પુણ્યતિથી નિમિતે પાટ પ્રસાદ, ધજા આરોહરન,મહા આરતી અને સંતવાણી પદ્મ શ્રી હેમંતભાઈ ચોહાણ દ્વાર ભવ્ય સંતવાણી નું આયોજન અને રાજુભાઇ યાદવ (શહેર ભાજપ ઉપાધ્યક્ષ) પરિવાર દ્વારા સ્વ લક્ષ્મીબેન દેવશીભાઇ યાદવ તથા યાદવ પરીવાર દ્વાર મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખીલોસ ઉપરાંત જામનગર અને આજુબાજુના ગામ માંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંસદસભ્ય પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા ,ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, મનીષભાઈ કટારીયા સ્ટે કમિટી ચેરમેન જામનગર,ગોવા સિપ નાં ડાયરક્ટર હસમુખભાઇ હિંડોચા, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા,મેરામણભાઇ ભાટુ,પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી તથા કોર્પોરેટ ભાઈ બહેનો, રાજકીય એન સામજિક આગેવાનો ની હાજરીમાં ભીમસાહેબ જગ્યા વતી પદ્મ શ્રી હેમંતભાઈ ચોહાણ નું વિશિષ્ઠ સન્માન ચાંદીના એકતારા આપી સાધુ મૂળદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યુ હતું.વહેલી સવાર સુધી બોહળી સંખ્યામાં લોકોએ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણની સંતવાણીનો લાભ લીધો હતો.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે જયારે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ અને તેમાં આપણા પોતાના એવા લોક ગાયક હેમંતભાઈ ચૌહાણનું નામ જાહેર થયું ત્યારે સમગ્ર ગુજરાતના લોકો એ ગર્વ અનુભવ્યો, આજે સંઘર્ષ વગર કશું પ્રાપ્ત થતું નથી, મુ હેમંતભાઈ એ પણ જીવનમાં સંઘર્ષ કરી આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, આ ભીમસાહેબની પાવન ભૂમિ પર આવવાનું મને સદભાગ્ય મળ્યું છે, આજે આપ સર્વે આટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છો તેજ કહી આપે છે કે સંત ભીમસાહેબ ની કેટલી ભક્તોમાં લોકચાહના હતી, સાધુ મૂળદાસ બાપુના આશીર્વાદ આપણને મળ્યા હું યાદવ પરિવાર ને અભિનંદન આપું છું આટલું સુંદર આયોજન કરી બધા ને એકસ્થળ ઉપર આટલા સુંદર કાર્યક્રમમાં ભેગા કર્યા અને આજના આ ફાસ્ટ ટેકનોલોજીના યુગમાં પણ આપણી સંતવાણીની પ્રાચીન સંસ્કૃતિ ને જીવંત રાખી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સાધુ મૂળદાસ બાપુ ના માર્ગદર્શન હેઠળ ભીમસાહેબના ભક્તો અને યાદવ પરિવારે જહેમત ઉઠાવી હતી.