જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આંગણવાડીના 251 કુપોષિત બાળકોને સતત ચોથી વખત પોષણ ની કીટ અપાઇ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

ભારતીય જનતા પાર્ટીના કુપોષિત બાળકોને દત્તક લેવાના સૂત્રને સાર્થક કરતા જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા પોતાના જન્મદિવસ થી એક વર્ષ માટે જામનગર મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીના કુપોષિત ૨૫૧ બાળકોને દત્તક લેવાની અને સતત આખું વર્ષ  તેમની પોષણની ચિંતા કરવાની જવાબદારી સહર્ષ સ્વીકારવામાં આવી હતી, જેના અનુસંધાને ગઈકાલે સતત ચોથી વખત તમામ કુપોષિત બાળકોને પોષણયુક્ત ખોરાક સહિતની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું, એટલું જ માત્ર નહીં તમામ બાળકોની જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ફરીથી આરોગ્યની ચકાસણી પણ કરાવાઈ હતી.

જામનગર શહેરમાં હાકલ કરો ત્યારે હાજર ના ‘જીંગલ’ થી લોકોમાં પ્રચલિત થયેલા જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કે જેઓ પોતાના જનસંપર્ક કાર્યાલયમાં ઉપસ્થિત રહી સતત પોતાના વિસ્તારના નાગરિકોની ચિંતા કરી રહ્યા છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કુપોષિત બાળકોને દત્તક લેવાના સૂત્રને પણ સાર્થક કરી રહ્યા છે.

જે વચન પૂર્ણ કરવા માટે તેઓએ ગઈકાલે સતત ચોથી વખત કુપોષિત બાળકોના વિસ્તારમાં જઈ તેઓનો રૂબરૂ સંપર્ક કર્યો હતો, અને સ્થાનિક વિસ્તારના આગેવાનો વગેરેને સાથે રાખીને નાના ભૂલકાઓની ચિંતા કરી હતી.

૭૯-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા જામનગર મહાનગરપાલિકાના ૭૯- વિધાનસભા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ૭, ૮, ૯,૧૦,૧૨,૧૩,૧૪,૧૫, અને ૧૬ માં આવેલી જુદી જુદી આંગણવાડીઓમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખ અને મહામંત્રી, સ્થાનિક કોર્પોરેટર તેમજ અગ્રણી કાર્યકરોની સાથે રહીને પોષણ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જે પૈકી વોર્ડ નંબર ૯ માં ભરવાડ પા વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની સાથે જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, સ્થાનિક કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, ધીરેનભાઈ મોનાણી, ઉપરાંત વોર્ડ નાં ૧૪ ના કોર્પોરેટર કેતનભાઇ નાખવા, પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ, વોર્ડ નાં ૯ના પ્રમુખ ભાવેશભાઈ કોઠારી, વોર્ડ મહામંત્રી ચીનાભાઈ ચોટાઈ તેમજ અન્ય સ્થાનિક કાર્યકરો જોડાયા હતા, જે ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે.