જામનગર જિલ્લા પંચાયતમાં અતિ કુપોષિત બાળકોના લાભાર્થે ‘પોષણ કીટ’ અપાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2023-24 અંતર્ગત બાળકોના પોષણમાં મહત્તમ સુધારો કરવાના હેતુથી અતિ કુપોષિત બાળકોના લાભાર્થે ‘પોષણ કીટ વિતરણ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના હસ્તે રૂ. 2 લાખની જોગવાઈ મુજબ ફાળવેલી ગ્રાન્ટમાંથી જામનગર જિલ્લાના કુલ 363 અતિ કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ નયનાબેન, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિના ચેરમેન હર્ષદીપભાઈ સુતરિયા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત, આઈ. સી. ડી. એસ. પ્રોગ્રામ ઓફિસર બીનલ બી. સુથાર તેમજ જિલ્લા આઈ. સી. ડી. એસ. કચેરીના અન્ય સ્ટાફ ગણ ઉપસ્થિત રહયા હતા.