જામનગરમાં ઐતિહાસિક રણમલ તળાવની પાળે વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે તૈયારીઓ…

ધર્મ-આધ્યાત્મિક સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં રવિવારે સવારે 6:45 થી 7:45 વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 45 મિનિટનું સેશન નો પ્રેક્ટીકલ પ્રોટોકોલ શિબિર નો આયોજન રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધી નગર અગ્ર સચિવ અશ્વિની કુમાર અને ઓ એસ ડી વેદી ના નેતૃત્વ હેઠળ ગુજરાત ના 33 જિલ્લા ઓ માં 41સ્થળો પર દર શનીવાર અને રવિવારના રોજ યોગ શિબિર પર આયોજન કરવામાં આવશે.

જામનગરમાં આવેલા ઇતિહાસિક સ્થળ જામનગરના જામ રણજીતસિંહ ની અમૂલ્ય ભેટ એવું ઐતિહાસિક સ્થળ રણમલ લાખોટા તળાવ ની અંદર કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલગ અલગ યોગ શિક્ષકો યોગકોચ અને ટ્રેનસ હાજરી આપેલ હતી સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કનનર, જામનગર મહાનગર વોર્ડ નબર 5 ના કોર્પોરેટર કિશનભાઇ માડમ સાથે પૂર્વ ડાયરેકટર ગુજરાત અનુસૂચિત જાતિ કોર્પોરેશન બી જે પી ના સામતભાઈ પરમાર, અપનાબજાર ના ચેરમેન કે પી સરવૈયા, ભગવાનદાસ ભાઈ યોગગુરૂ કિશોરભાઈ ફલીયા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કોચ નીરજભાઈ શુક્લ, મોશન ડિઝાઇનર નિકુંજ ભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરી યોગ શિબિરને ખુલ્લી મુકવામાં આવેલા હતી

યોગ વિશે વિશેષ માહિતી જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી કનનરે આપી વડા પ્રધાન મોદી દ્વારા નિમણુક પામેલા કોમન હેલ્થ ઓફિસર ની ગામડાઓમાં નિમણૂક કરી લોકોને ઘર ઘર સુધી યોગઅને આરોગ્ય પહોંચાડી સ્વસ્થ બનાવવા માટે એ લોકોને પણ તાલીમ માટે બોલાવવામાં આવેલ હતા. દરેક સાધકે ઉત્સાહભેર ભાગ લીધો યોગ અને પ્રાણાયામ અને આસનો પ્રોટોકોલ કરી 21 જુન સુધી પ્રેક્ટિસ કરી વધુમાં વધુ લોકો એમાં જોડાશે એવો સંકલ્પ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રીતિબેન શુક્લા દ્વારા કરવામાં આવ્યો હતો.