જામનગરમાં જય વછરાજ મિત્ર મંડળ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વછરાજ ડાડાનો મહોત્સવ, લોક ડાયરાનું પણ આયોજન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં જય શ્રી ગઢવાળા ડાડા વછરાજ નું મૂળ સ્થાનક આવેલું છે, જ્યાં દર વર્ષે;અષાઢી બીજ ના પર્વની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. સાથોસાથ તા ૨૦.૦૬.૨૦૨૩ ના રાત્રિના આઠ વાગ્યે નાગનાથ ગેઇટ તંબોલી માર્કેટ પાસે જય વછરાજ મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે.જેની પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જામનગર માં જય વછરાજ મિત્ર મંડળ દ્વારા જય શ્રી ગઢવાળા ડાડા વછરાજ ના મૂળ સ્થાનકમાં અષાઢી બીજ ના દિવસે સવારે ૮:૩૦ વાગ્યે ડાડા નો વરઘોડો નીકળશે, ત્યારબાદ બપોરે ૧:૦૦ વાગ્યે મહા પ્રસાદ તેમજ સાંજે ૭:૦૦ વાગ્યે મહા આરતી નું પણ આયોજન કરવામા આવશે. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાય છે, અને ઉત્સાહ ભર્યા વાતાવરણમાં શ્રી વછરાજ ડાડા ના મહોત્સવ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામા આવે છે.

આ ઉપરાંત તારીખ. ૨૦.૦૬.૨૦૨૩ના સાંજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવશે છે, જેમાં જય વછરાજ મિત્ર મંડળના પ્રમુખ રાકેશ સોલંકી (શંકરભાઈ), ઉપપ્રમુખ દયાળજીભાઈ ધારવીયા, મંત્રી કાનજીભાઈ પરમાર, સહમંત્રી રોહિત ચૌહાણ, ખજાનચી તુષાર ચૌહાણ, સહ ખજાનચી ભાવેશ ગઢવી, સંગઠન મંત્રી લક્ષ્મણભાઈ ગોહિલ, અને કારોબારી સભ્યો શૈલેષભાઈ ચૌહાણ, અજીતભાઈ રાઠોડ, તથા વિજયભાઈ રાઠોડ વગેરે જહેમત લઈ રહ્યા છે.

આવતી કાલે રાત્રિના આઠ કલાકે નાગનાથ ગેઇટ નજીક તંબોલી માર્કેટ પાસે જાણીતા લોકગાયિકા ભૂમિ આહીર, ભાવેશ આહીર અને રાણાસુરભા ગઢવી સહિતના અન્ય કલાકારોનો ખાસ લોક ડાયરા નું આયોજન કરાયું છે. જેમાં સર્વે નગરજનો એ ઉપસ્થિત રહેવા વછરાજ મિત્ર મંડળ દ્વારા અનુરોધ કરાયો છે. જામનગરના વી.કે. સ્ટુડિયો વાળા વી. કે. જાડેજા દ્વારા સમગ્ર લોક ડાયરા નું યૂટ્યુબ ના માધ્યમથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.