જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 60 થી વધુ શિક્ષક-આચાર્યોના ચેરમેને આ મુદ્દે ખુલાસા માંગ્યા…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો અને આચાર્યોને મન કી બાત કાર્યક્રમ તેમજ સરકારી કાર્યક્રમોમાં નહીં જોડાતા ખુલાસા પૂછ્યા છે. ત્યારે આ મુદ્દે વિવાદ ઊભો થયો છે.

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓમાં આચાર્યો અને શિક્ષકોની લાલીયા વાડીની વાત કોઈ જૂની નથી. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત ના 100 એપિસોડ કાર્યક્રમની અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી. હા ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા ની સરકારી શાળાઓમાં પણ યોજવા માટે કોઓર્ડીનેટ કરવામાં આવ્યું હતું. પરંતુ વેકેશનના સમયમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 21 જેટલા શિક્ષકો દરકાર નહીં લઈ અને જોડાયા ન હતા. આ ઉપરાંત રાજ્ય કક્ષાની ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પણ જામનગરમાં હતી. આ કાર્યક્રમ દરમિયાન પણ 40 જેટલા શિક્ષકો, આચાર્યો ઉપસ્થિત ન હોતા. જેને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને આ બંને કાર્યક્રમને લઈને પત્ર લખી ખુલાસાઓ માગ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની સરકારી શાળાઓના આચાર્ય અને શિક્ષકોને મન કી બાત કાર્યક્રમ તેમજ સરકારી કાર્યક્રમમાં ન જોડાવા બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા દ્વારા પત્ર મારફતે ખુલાસા માગવામાં આવતા રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ મુદ્દે ગેર વ્યાજબી રીતે ખુલાસા મગાયાનું જણાવી રાજ્ય કક્ષાએ રજૂઆત કરવા જણાવ્યું છે.

જામનગરમાં 20 આચાર્ય અને 40 થી વધુ શિક્ષકોના સરકારી કાર્યક્રમ તેમજ મન કી બાત કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ન રહેવા પત્ર મારફતે શિક્ષણ સમિતિના ચેરમેને ખુલાસા પૂછ્યા છે. તો બીજી તરફ રાજ્યના નગર પ્રાથમિક શિક્ષક સંઘે આ મુદ્દે રાજ્યકક્ષાએ રજૂઆત કરવાની વાત કરતા મુદ્દો ગરમાયો છે.