દિલ્હીમાં હિન્દુ યુવતીની હત્યા કરનાર વિધર્મી યુવકનું જામનગરમાં ABVP એ પૂતળા દહન કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

દિલ્હીમાં થયેલ માસુમ હિન્દુ યુવતી ની નિર્મમ હત્યા ના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. રાજધાની દિલ્હીમાં ૨૮ મે ના રોજ માસૂમ હિન્દુ દીકરી સાક્ષી ની હત્યા થયાનું સામે આવ્યું છે. વિધર્મી યુવાન સાહિલ મહમદ દ્વારા છરીના અનેક ઘા ઝીંકી પથ્થર થી માથું છુંદી યુવતીની નિર્મમ હત્યા કરવામા આવી હતી, જે ઘટના નાં પડઘા ભારતભરમાં પડ્યા છે.

જામનગર શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા સુત્રોચ્ચાર કરી,આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવી વિધર્મી ને ફાંસી ના માચડે ચડાવવા મા આવે એવી માંગ કરી ને વિધર્મી આરોપી ના પુતળા નું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે. આ તકે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય કુશાલ બોસમીયા, પ્રદેશ કારોબારી સદસ્ય રુત્વીક પટેલ, જિલ્લા સંયોજક સંજીત નાખવા, સહિત અનેક એબીવીપી ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની કાર્યકરોએ આ ઘટનાની વખોડી વિરોધ નોંધાવ્યો છે. અને અત્યારે યુવકને પકડી પાડી તાત્કાલિક સજા મળે તે માટેની માગણી પણ કરી છે.