લાલપુર તાલુકાના ગામોમાં વાહકજન્ય રોગચાળા અંગે ઝુંબેશના રૂપે સર્વેલન્સ કામગીરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સમગ્ર રાજ્યમાં બીપરજોય વાવાઝોડાના પરિણામે વરસાદ પડવાને કારણે વાહકજન્ય રોગ તેમજ પાણીજન્ય રોગચાળો થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. આ રોગચાળો પગપેસારોના કરે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરીપર હેઠળના તમામ ગામોમાં આરોગ્ય કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ઘનિષ્ઠ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં લાલપુર ગામમાં કુલ ૧૫ ટીમો દ્વારા ૬૯૦ ઘરોમાં ૪૭૧૬લોકો, હરીપરના અન્ય ૬ ગામો માં કુલ ૩૫૦ ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરવામાં આવી હતી જેમાં ૧૫૯૦ ની વસ્તી ને આવરી લેવામાં આવી હતી. જેમાં તાવ , શરદી , ઝાળા-ઉલટી જેવા રોગોની તપાસ કરી આરોગ્ય ટીમ દ્વારા સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. કુલ ૩૦૦૦ ક્લોરીન ટેબ્લેટનું અને 20 ઓ.આર.એસ પાવડર નુ વિતરણ કરવામાં આવ્યુ હતું. અને પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કરાયા હતા. તેમજ દરેક ઘરોમાં પાણીના બિનજરૂરી પાત્રોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેથી વાહકજન્ય રોગ ફેલાય નહી તેમજ વાપરવાના પાણીના ભરેલા પાત્રોમાં એબેટ દવા નાખવામાં આવી હતી.

સમગ્ર કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ હરીપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.ભૂમિ શાહના મોનીટરીંગ હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનવા હરીપર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના સુપર વાઈઝર નરેન્દ્રભાઈ પરમાર દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી.