કાલાવડ નગરપાલિકામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ, ખાતમુહૂર્ત-લોકાર્પણ સાથે લાભાર્થીઓને સહાય અપાઇ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ :

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ખાતે નગરપાલિકા કક્ષાના વંદે ગુજરાત કાર્યક્રમની જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિધ્યાર્થીનીઓએ વંદે ગુજરાત રથનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં રૂ.૪  કરોડ ૭૦લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને લાભો પ્રદાન કરવામાં આવ્યા હતા. અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ સરકારના ૨૦ વર્ષના વિકાસની સિદ્ધિઓ અંગે જાણકારી મેળવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે જેની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. જામનગરમાં નિર્માણ પામનાર ડબલ્યુ. એચ.ઓ.ના ટ્રેડિશન મેડીસીન સેન્ટર વિશ્વનું પ્રથમ પરંપરાગત દવાઓના રિસર્ચ માટેનું સેન્ટર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ૨૦ વર્ષ દરમિયાન ગુજરાત સરકારે હાંસલ કરેલા લોકોના ૨૦ વર્ષના વિશ્વાસથી અવિરત વિકાસના કાર્યો થઈ રહ્યા છે. ગર્ભવતી માતાને હોસ્પિટલ પહોંચાડવાથી માંડીને નવજાત શિશુને ઘર પહોંચાડવા સુધીની યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. વંદે ગુજરાત કાર્યક્રમ હેઠળ લોકોને લાભો પ્રદાન કરવામાં આવી રહ્યા છે.

કાલાવડ નગરપાલિકા ખાતે યોજાયેલા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં ૩ કરોડ ૯૩ લાખના સીસી રોડ તથા પેવર બ્લોકના રોડના કામો, શીતળા કોલોની વિસ્તારમાં ૭.૨૮લાખના ખર્ચે આંગણવાડીનું ખાતમુહૂર્ત તેમજ ૬૬.૬૬ લાખના ખર્ચે બનેલ કુલ ૩૩ જેટલા સીસી રોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ વ્હાલી દીકરી યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, એન.યુ.એલ. એમ. યોજના અંતર્ગત એસ.પી.આઈ. વ્યક્તિગત લોન, શહેરી ફેરિયાઓને સર્ટિફિકેટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર તથા કીટ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ શાળામાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે ઉતીર્ણ થનાર વિધ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઇ ડાંગરિયા, નગરપાલિકા પ્રમુખ અજમલભાઈ ગઢવી, મહામંત્રી મહેશભાઈ સાવલિયા, મામલતદારબી. એમ. રેવર, વિનુભાઈ, ડૉ. વિનુભાઈ ભંડેરી, કાલાવડ એપીએમસીના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, કશ્યપભાઈ, એલ. પી. સિંઘ, વિમલભાઈ, શિક્ષકગણ, વિધ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *