મારી માટી, મારો દેશ, માટીને નમન વિરોને વંદન, જામનગરની SVET કોલેજમાં વૃક્ષારોપણ અને પંચપ્રણ પ્રતિજ્ઞાનો કાર્યક્રમ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

દેશભરમાં આજથી મારી માટી, મારો દેશ માટીને નમન વિરોને વંદન અભિયાન શરૂ થયું છે. ત્યારે જામનગરમાં આવેલ SVET કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રની એકતા અને એકસુત્રતા માટે પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં અમૃતકાળના પાંચ પ્રણ વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામીની માનસિકતામાંથી સ્વતંત્રતા, ભારતના સમૃદ્ધ વારસા પર ગર્વ અને તેનું સંરક્ષણ, દેશની એકતા અને એકસૂત્રતા તેમજ નાગરિકોમાં ફરજ અને જવાબદારીની ભાવના છે. ત્યારબાદ વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત ભૂમિને વધુ હરિયાળી બનાવવાના ઉદ્દેશ સાથે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.