સ્વચ્છતા હી સેવા ઝુંબેશને અસરકારક બનાવવા રાજ્યના ચીફ ટાઉન પ્લાનર જામનગરની મુલાકાતે

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજય સરકાર ધ્વારા સ્વચ્છતા હી સેવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા તથા રાજયની તમામ મહાનગરપાલિકામાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગતના કાર્યક્રમોનું યોગ્ય અમલીકરણ થાય તે માટે શહેરોનું સ્થળ નિરીક્ષણ માટે ઉચ્ચ અધિકારીઓના ફીલ્ડ નિરીક્ષણ/વિઝીટના હુકમ કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની “સ્વચ્છતા હી સેવા” અન્વયેની કામગીરીઓનું ફીલ્ડ નિરીક્ષણ/વિઝીટ કરવા અર્થે ચીફ ટાઉન પ્લાનર ડી. જે. જાડેજા (IAS) દ્વારા જામનગર શહેરની મુલાકાતમાં આવી હતી.

મહાનગરપાલિકાઓની કચેરીઓ, શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો જેવા કે ખંભાળીયા-ગુલાબનગર એન્ટ્રી પોઈન્ટ, તળાવની પાળ, એમ્યુઝમેન્ટપાર્ક, સુપર માર્કેટ, જયુબેલી ગાર્ડન, સુએઝ ટ્રીમેન્ટ પ્લાન્ટ, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ વિગેરેની સ્થળ વિઝિટ કરવામાં આવી છે.