જામકંડોરણામાં ખેડૂતનેતા વિઠ્ઠલ રાદડિયાની સ્મૃતિમાં લેઉવા પટેલ સમાજનો 8મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામકંડોરણા :

રાજકોટના જામકંડોરણામાં તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય  દ્વારા સૌના ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલ ભવ્યાતિ ભવ્ય જાજરમાન “લાડકડીનાં લગ્ન” આઠમા શાહી સમૂહ લગ્ન સમારોહમા દોઢ લાખથી વધુ જ્ઞાતીજનોએ ઉપસ્થીત રહીને સ્વંયશિસ્તબધ્ધ રીતે લગ્ન સમારોહનો આનંદ માણીને સમુહપ્રસાદ ભોજનનો આનંદ લીધો હતો.

જાજરમાન સમુહલગ્નમા વિવાહ સંસ્કાર પામનાર સૌ નવદંપતીઓને સુખી દામપત્યજીવની શુભકામનાઓ આપીને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને દીપાવવા બદલ સૌ જ્ઞાતીજનો તેમજ આ શાહી સમારોહની વિશેષ શોભા સમાન સન્માનીય સૌ દાતાઓ તેમજ સમગ્ર સમારોહને ચારચાંદ લગાવનાર સ્વંયસેવકોની ટીમનો નતમસ્તક જયેશ રાદડીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.