અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ લલ્લાના દર્શન કરી યોગી સાથે યોજયો રોડશો

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અયોધ્યા :

લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામ લલ્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ વખત પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દર્શન કરી રોડ શો હતો.

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન શ્રીરામ લલ્લાની જન્મભૂમિ અયોધ્યામાં પહોંચ્યા હતાં, શ્રીરામ લલ્લાના દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં એક ભવ્ય રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જોવા માટે આખું અયોધ્યા જાણે ઉમટી પડ્યું હોય તે રીતે લોકો રસ્તાની બંને બાજુએ, છત પર રાહ જોઈ રહેલા જોવા મળ્યા હતાં.

અયોધ્યામાં ભગવાન શ્રીરામ ની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન શ્રીરામ લલ્લાના દર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામજન્મભૂમિ પથથી રોડ શોનો પ્રારંભ કર્યો હતો. આ રોડ શો 2 કિલોમીટર લાંબો હતો. રોડ શો હનુમાનગઢી થઈ લતા મંગેશકર ચોક ખાતે સંપન્ન થયો હતો. રોડ શો દરમિયાન વડાપ્રધાન નું અયોધ્યા ના રસ્તા પર વિવિધ સ્થળોએ ફૂલોથી અદકેરુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અને રામ જન્મભૂમિ ઉપર મંદિર નિર્માણને લઈને લોકો ખાસ પોસ્ટર સાથે અભિવાદન કરતા પણ જોવા મળ્યા હતા.