ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલમાં પીએમજેએ વાય યોજના અંતર્ગત ગેરરિતીઓ થતા રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલમાં ફરજ પરના ડો. પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ હોસ્પિટલ ને છ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 105 જેટલા દર્દીઓને નિયમ વિરુદ્ધ સારવાર આપી સરકારી ચોપડે ગેરરીતી આચરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડોક્ટરી આલમમાં સમગ્ર મુદ્દે ચકચાર મચી જમા પામી છે. આ સમગ્ર મામલે JCC હોસ્પિટલના સંચાલકોએ પણ પત્રકાર પરિષદ યોજી સમગ્ર મામલે ડો. પાર્શ્વ વોરાએ કરેલ કરતૂતો અંગે પોતાનો પક્ષ રજૂ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જામનગરની JCC હાર્ટ હોસ્પિટલમાં PMJAY યોજના અંતર્ગત ડો. પાર્શ્વ વોરા દ્વારા થયેલ ગેરરીતિ અંગે સત્તાવાર ખુલાસો કરતા હોસ્પિટલના વર્તમાન સંચાલક ડોક્ટરોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જેસીસી હાર્ટ ઇન્સ્ટિટયૂટ અને હોસ્પિટલમાં મોટો હિસ્સો ડો. પાર્શ્વ વોરાના પરિવારજનોનો હતો. ડો. પાર્શ્વ વોરા છેલ્લા એક દોઢ વર્ષથી અમારી સાથે જોડાયેલા હતા. ડો. પાર્શ્વ વોરા તેમના પાસે તમામ આઈ.ડી. પાસવર્ડ અને ઇમેઇલ ઍક્સેસ રાખતા હતા. જેનો ફાયદો ઉઠાવી તેમના અંગત સ્વાર્થ માટે તેમને ગેરરિતીઓ આચરી હોય તેવું લાગતા મેનેજમેન્ટ દ્વારા તેમને તા.22/8/2025ના નોટિસ આપી હતી, બાદમાં ડો. પાર્શ્વ વોરાએ માફીનામુ પણ આપ્યું હતું. અને આ દરમ્યાન ડો. પાર્શ્વ વોરાએ હોસ્પિટલની યોજનાના ઈમેલ અને અન્ય સાહિત્ય પણ નષ્ટ કરી પાસવર્ડ બદલી નાખ્યા હોવાનું ધ્યાને આવેલ છે.
જેથી મેનેજમેન્ટ દ્વારા નોટિસ પિરિયડ આપી તા.3/11/2025થી JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. અને પાર્ટનરદીડ પણ છૂટી કરી દેવામાં આવી હતી. અને કોઈપણ ડોક્ટરની છબી ન ખરડે તે માટે અમે માત્ર તેમને ઠપકો આપી આવા કૃત્ય ન કરવા સમજાવી છોડી દીધા હતા પરંતુ તેમના દ્વારા છળકપટ અને વધુગેરરિતીઓ સામે અમારી છબી ખરડાઈ તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી ના છૂટકે અને ન્યાયના હિતે ડો. પાર્શ્વ વોરા સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. તેમ પત્રકાર પરિષદ યોજી JCC હાર્ટ હોસ્પિટલના એમ.ડી. ડો. કે.એચ. મારકણા, ડો. નિકુંજ ચોવટિયા, કેમ્પસ સંચાલક ગિરિરાજસિંહ ઝાલા સહિતનાઓએ જણાવ્યું હતું.
