ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે વોર્ડ નં. 7 માં ₹464.01 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના સક્રિય પ્રયાસોથી વિકાસ કાર્યોની વણઝાર યથાવત રહી છે.  તારીખ 05 ફેબ્રુઆરી, 2026ના રોજ વોર્ડ નંબર 7 માં અંદાજે ₹464.01 લાખ ના ખર્ચે સાકાર થનારા કુલ 8 જેટલા વિવિધ વિકાસ કામોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જામનગરના વોર્ડ નંબર 7માં આવેલા […]

Continue Reading

SIR ના છબરડાને લઈને વિક્રમ માડમ વિફર્યા, “તમે જનતાના નોકર છો, માલિક નહીં”

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અને દિગ્ગજ નેતા વિક્રમ માડમે મતદાર યાદીમાં નામ કમી કરવા અને અન્ય ગેરરીતિઓ મુદ્દે ભાજપ સરકાર તેમજ સરકારી અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કલેકટર કચેરીએ નાયબ કલેકટર સમક્ષ આ અંગે રજૂઆત કરતા આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર લોકોના મતાધિકાર છીનવીને લોકશાહીનું ગળું […]

Continue Reading

જામનગર જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ: 2700થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજથી જામનગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક (Practical) પરીક્ષાઓનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. વિષયવાર વિદ્યાર્થીઓની સંખ્યા પરીક્ષામાં નોંધાયેલા વિદ્યાર્થીઓની વિગતો આ મુજબ છે: ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર: કુલ […]

Continue Reading

જામનગરમાં રાત્રિના સમયે ‘ધૂમ ગેંગ’નો આતંક: બેફામ ડ્રાઇવિંગ અને દેકારાથી શહેરીજનોમાં ફફડાટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં શાંત ગણાતી રાત્રિના સમયે હવે ‘ધૂમ ગેંગ’ સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગત મંગળવારે મોડી રાત્રે ૧ વાગ્યાના અરસામાં કેટલાક માથાભારે તત્વોએ પોતાના ટુ-વ્હીલર પર સવાર થઈને શહેરના મુખ્ય માર્ગો પર ભયનો માહોલ પેદા કર્યો હતો. આ શખ્સોએ માત્ર પૂરપાટ ઝડપે વાહનો હંકારીને સ્પીડ […]

Continue Reading

ભોજલધામમાં જામનગરની સંસ્થા દ્વારા ૧૦ ફૂટ X ૧૦ ફૂટ નો વિશ્વ વિક્રમી રોટલો બનાવી ગીનીશ વર્લ્ડ બુકમાં દાવો કરાશે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ અને પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર – હાપા દ્વારા જામનગર ખાતે પ.પુ. સંત શિરોમણી જલારામ બાપાને ૭ ફૂટ બાય ૭ ફૂટ નો રોટલો બનાવી અર્પણ કરી વિશ્વ વિક્રમ નોંધાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવેલ હતું, તે જ રીતે અમરેલી જીલ્લાના ભોજલધામ (ફતેપુર-અમરેલી) ખાતે […]

Continue Reading

જામનગર પોલીસની મોટી સફળતા: 20 વર્ષથી ‘પવન’ બનીને છુપાયેલો ડબલ મર્ડરનો આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત પોલીસની ગુનેગારોને પકડવાની મક્કમતાનો વધુ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે. શહેરના ૨૦૦૬ના ચકચારી ડબલ મર્ડર કેસમાં છેલ્લા બે દાયકાથી (૨૦ વર્ષથી) કાયદાના હાથોથી બચીને ભાગતા ફરતા ખૂંખાર આરોપીને જામનગર પોલીસે ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાંથી ફિલ્મી ઢબે દબોચી લીધો છે. શું હતી સમગ્ર ઘટના? વર્ષ ૨૦૦૬માં જામનગરના અંબર […]

Continue Reading

બહુમુખી પ્રતિભાના ધણી અને રિલાયન્સ ગ્રુપના યુવા અગ્રણી ધનરાજ નથવાણીનો જન્મદિવસ: કોર્પોરેટ ગવર્નન્સથી લઈ રમતજગત સુધીની યશસ્વી સફર

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર: ભારતના કોર્પોરેટ જગતમાં જેનું નામ આદરપૂર્વક લેવાય છે તેવા ફોર્ચ્યુન-500 કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એનર્જી, રિટેલ, અને ડિજિટલ ક્રાંતિના માધ્યમથી કરોડો ભારતીયોના જીવનને સ્પર્શતા રિલાયન્સ ગૃપના મહત્વના સ્તંભ તરીકે તેઓ કાર્યરત છે. કોર્પોરેટ વિઝનરી: ₹10 લાખ કરોડથી વધુના ટર્નઓવરનું […]

Continue Reading

ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલનું સાંસદ પરિમલ નથવાણીએ કર્યું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં વિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્માણ પામેલા આ શાળાભવનથી ખંભાળિયા શહેરની શૈક્ષણિક […]

Continue Reading

ગાંધી નિર્વાણ દિને જામનગરના વિકાસ ગૃહમાં પ્રાર્થનાસભા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કસ્તુરબા સ્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિતે ખાસ પ્રાર્થના સભાનું આયોજન સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરની વિશેષ ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું. સંસ્થાની ચિલ્ડ્રન હોમની વિદ્યાર્થીની અંજલી પરમાર અને માનદ મંત્રી સુચેતાબેનની દ્વારા ગાંધીજીને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રમુખ કરશનભાઈ ડાંગરે ગાંધીજીની પ્રેરણાદાયી વાતો કરી […]

Continue Reading

ખીજડીયા રામસર સાઈટ ખાતે ‘વિશ્વ જલપ્લાવિત દિવસ’ની ઉજવણી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કુદરતના અનમોલ રત્ન સમાન વેટલેન્ડ્સ (જલપ્લાવિત વિસ્તારો) ના સંરક્ષણ માટે દર વર્ષે ૨જી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર ખાતે વેટલેન્ડ્સના સંરક્ષણ માટેના કન્વેન્શનને અપનાવવામાં આવ્યું હતું, જેની યાદમાં આ દિવસ ઉજવાય છે. વર્ષ ૨૦૨૬ની થીમ “વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક […]

Continue Reading