મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો એ વિધાનસભામાં સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતી એ પુષ્પાંજલિ અર્પી

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની 121મી જન્મ જયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં સદગતના તૈલચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કરી આદરાંજલિ આપી હતી.

રાજ્યની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવો, આઝાદી ચળવળના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓના તૈલચિત્ર વિધાનસભા ભવનમાં રાખવામાં આવેલા છે.

આ મહાનુભાવોને તેમની જન્મતિથી એ ભાવાંજલિ અર્પણ કરવાની પરંપરા રૂપે આજે મુખ્યમંત્રીએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ કરી હતી.

આ પ્રસંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા , રાજ્યમંત્રી ડો.કુબેરભાઈ ડીન્ડોર, ધારાસભ્યો પ્રદિપસિંહ જાડેજા, શંભુજી ઠાકોર ,મેયર હિતેશ મકવાણા, ગાંધીનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને વિધાનસભા સચિવાલયના અધિકારીઓ આ વેળાએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં જોડાયા હતા.