જામનગરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે પંડાલના સંચાલકો માટે જાહેરનામું અમલી, કમિશ્નરની સંચાલકો માટે તાકીદ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરપાલિકા કમીશનર વિજય ખરાડી દ્વારા ગણેશ મહોત્સવ માટે ખાસ નિયમો જાહેર કરાયા છે જેથી સલામતી સુરક્ષા અને પર્યાવરણ જળવાય અને ઉત્સવ સારી રીતે યોજાય શકે

કોર્પોરેશન ની એસ્ટેટ શાખા અંતર્ગત આ માટે અમલ કરાવવાની ચેકીંગ ની વગેરે કાર્યવાહીઓ થશે સાેથે સાથેજિલ્લામેજીસ્ટ્રેટ એટલે કે જીલ્લા કલેક્ટર એ પ્રસિદ્ધ કરેલ નોટીફીકેશન નો પણ ચુસ્ત અમલ કરવા હુકમ કરાયો છે. મંડપ નાખતા પહેલા લગત તમામ શાખાઓની પૂર્વ મજુરી મેળવી લેવાની રહેશે આ મંડપ ટ્રાફિક અને અવરજવર ને નડતર ન થાય તે રીતે મુર્તિ મંડપ વગેરે વ્યવસ્થા સ્થાપના રાખવાની રહેશે.

ગણપતિ મહોત્સવના આયોજક દ્વારા મંડપ પંડાલમાં સોશિયલ ડીસ્ટનનીઝ જળવાઈ રહે તે હેતુથી યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.

સ્થાનિક સતામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ કું ડ માં મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશ જામનગર મહાનગરપાલિકા ની કોઈ પણ મિલકત ને નુકશાન ના થાય તે રીતે મંડપ મંજુરી મેળવી લેવાની રહેશે તેમજ આ મંડપ ઉપર કોઇપણ કોમર્શિયલ જાહેરાત કરી શકાશે નહિ.

ધાર્મિક મહોત્સવની ઉજણવી માટે સાવચેતી અને સલામતીના પગલાં લેવાના તેમજ પાર્કિંગની વ્યવસ્થા પણ સ્વખર્ચે કરવાની રહેશે. અને આ અગેની તમામ વ્યવસ્થાની જીકના પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે. આ જગ્યામાં માટી ઈકો કેટલી પર્યાવરણને નુકશાન ન થાયતેવી ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરવાનું રહેશે. મંડપની સાઈઝ મુજબ ફાયર શાખાનો અભિપ્રાય લઇ જરૂરિયાત મુજબ ફાયર સાધનો રાખવાન રહશે.

તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરીના 24 ઓગસ્ટ,2022ના જાહેરનામું જે ગણેશ મહોત્સવ માટેનુ છે તેનો કડક અમલ કરવાનો રહેશે તેમ જામ્યુકોના મીડીયા ઇન્ચાર્જ અમૃતા ગોરેચાની યાદીમા જણાવાયુ છે.