જામનગરમાં લમ્પીનો હાહાકાર, બે અઠવાડિયામાં પોણા સાતસો ગૌવંશના મોત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

જામનગર માં ખારતરનાક અને જીવલેણ સાબિત થઈ રહેલા  લમ્પી રોગચાળા ના કારણે ગૌવંશના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો ગૌવંશ ખતમ થઈ જશે તેમાં પણ કોઈ શંકા નથી.ગઇકાલે મંગળવારે એક જ દિવસ માં 55 ગૌવંશ ના મૃત્યુ થયા હતા.

ગૌવંશ મૃત્યુના આંકડા ધ્રુજાવી દે તેવા છે. સોમવારે 39 પછી ગઈકાલે મંગળવારે 55 ગૌવંશ ના જામનગર માં  મૃત્યુ થયા હતાં. આમ દિન-પ્રતિદિન મૃત્યુ દર વધી રહ્યો છે અને અત્યાર સુધી માં એટલે કે, છેલ્લા બે અઠવાડિયા માં 675 ગૌવંશના મૃત્યુ થયા છે.

જામનગર માં લમ્પીએ હાહાકાર મચાવ્યો છે. દરરોજ ગૌવંશના મૃત્યુ થતા રહે છે. છેલ્લા બે અઠવાડિયામાં જામનગરમાં આશરે પોણાસાતસો ગૌવંશના મૃત્યુ થયા છે. જે આંકડો જ દર્શાવે છે કે આ લમ્પી કેટલો ઘાતક સાબિત થઈ રહ્યો છે.

સોમવારે 39 ગૌવંશ મોતના મૂખમાં ધકેલાયા પછી ગઈકાલે મંગળવારે વધુ 55 ગૌવંશના મૃત્યુ થયા હતાં. એટલે કે 70 ટકાથી વધારે મૃત્યુદરમાં એક જ દિવસમાં વધુ વધારો નોંધાયો હતો. જો આ જ દરે ટપોટપ ગૌવંશના મૃત્યુ થતા રહેશે તો ટૂંક સમયમાં જ ગૌવંશ નામશેષ થઈ જશે. સરકાર દ્વારા હાલ તો રસિકરણ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે કેન્દ્રમાંથી વૈજ્ઞાનિકોની ટૂકડી પણ જામનગર જિલ્લામાં આવી હતી, પરંતુ પશુધન બચાવવા માટે યુદ્ધના ધોરણે યોગ્ય પગલાં લેવા પડશે. આમ ગોકળગાયની ગતિ ચાલે નહીં.

આજે પણ શહેરના અનેક વિસ્તારમાં લમ્પીગ્રસ્ત ગાયો આંટાફેરા કરતી મળી રહી છે. આવી બીમાર, રસ્તે રઝળતી ગાયો અન્ય ગાય-ગૌવંશને પણ ચેપ લગાડી શકે છે. માટે તેને તંદુરસ્ત ગૌવંશથી દૂર રાખવાની જરૂરી છે.

હાલનો લમ્પી વાયરસ જામનગરમાં કાળો કેર વર્તાવી રહ્યો છે અને ગૌવંશ મોતના મૂખમાં ધકેલાઈ રહ્યો છે. સત્વરે આ મૃત્યુઆંક અટકે તે માટે સરકારે હજુ પણ કાંઈક ત્વરિત અસરકારક કામગીરી કરવાની જરૂર છે.