કોંગ્રેસના મહિલા પ્રમુખ પદેથી નયનાબા જાડેજાએ ધર્યું રાજીનામું, ચૂંટણીની તૈયારીઓ કે શું?

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના બહેન નયનાબા જાડેજાએ રાજીનામું ધરી દીધું છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે એકાએક નયનાબાએ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમરને સંબોધેલો પત્ર લખી પોતાનું રાજીનામું ધરતા જણાવ્યું છે કે, તેઓ 78 વિધાનસભામાં ચૂંટણી લડવા માગે છે. અને તેની તૈયારી માટે તેઓ પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યા છે.

એક તરફ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજા પણ પોતાના સેવાકીય અને સામાજિક કાર્યો થકી રાજકારણમાં ક્યાંક ને ક્યાંક પ્રવેશ માટે તકતો તૈયાર કરતા હોય તેવું લાગી રહ્યું છે. તેવા સમયે તેમના નણંદ અને રવિન્દ્ર જાડેજાના બહેન પણ કોંગ્રેસમાંથી પ્રમુખ પદે રાજીનામું ધરી ચૂંટણી લડવા માટે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે આવનારા સમયમાં શું સમીકરણો રચાય છે? તેના ઉપર સૌની મિટ છે.