જામનગરમાં લમ્પી રોગના કારણે ગાયોના મૃત્યુ અટકાવવા કમિશનર ઓફિસ બહાર નગરસેવિકાના ગૌ સેવકો સાથે ધરણા-આવેદપત્રમ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં દિવસેને દિવસે લમ્પી રોગના કારણે પશુધન મૃત્યુ પામી રહ્યું છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનર કચેરી બહાર વિપક્ષના મહિલા નગરસેવિકા સાથે ગૌ સેવકોએ પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

જામનગરમાં લમ્પી રોગના કારણે દિવસેને દિવસે પશુઓના મોત વધી રહ્યા છે ત્યારે જામનગરમાં છેલ્લા પાંચ છ દિવસમાં વરસાદી સિઝન દરમિયાન સાડા ત્રણસો થી વધુ ગાયોના મોત થયા છે. ત્યારે વિપક્ષના મહિલા નગર સેવિકા રચનાબેન નંદાણીયા અને ગૌ સેવકો સાથે કમિશનર ઓફિસ બહાર ધરણા કરવામાં આવી રહ્યા છે.

આ ધરણા પૂર્વે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં ડોક્ટર વધારી કોરોના સેન્ટરની જેમ પશુઓની સારવાર માટે સેન્ટર ઊભા કરવાની માગણી કરવામાં આવી છે. ત્યારે કમિશનરે આ અંગે ગૌ ભક્તો સાથે મળી નકર કાર્યવાહી કરવા બાંહેધરી આપી છે.