જામનગરના અગ્રણી વિજયભાઈ સંઘવી દંપતિએ જન્મદિવસે એનીમલ હેલ્પલાઇનને એમ્બ્યુલન્સ અર્પણ કરી અનોખી ઉજવણી કરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં પારસધામ ખાતે આજે રાષ્ટ્ર સંત નમ્ર મુનિ મહારાજ સાહેબ ની પ્રેરણા થી જામનગર ના અગ્રણી જીવદયા પ્રેમી, સત્કાર્ય કરનાર, દાનેશ્વરી ભામાશા મનાતા શ્રીમતિ રેખાબેન વિજયભાઈ સંઘવી પરિવાર તરફ થી રેખાબેન અને વિજયભાઈ ના જન્મ દિવસ નીમીતે પશુ એનિમલ હેલ્પલાઇનને એમ્બ્યુલન્સ અર્પણ કરવામા આવી છે.

જામનગરના પારસઘામ ખાતે સવારે 8:30 નવકારશી, 9:30 સમયે સિધ્ધપીઠીકામા નમસ્કાર મંત્રનું જાપ કરાયા બાદ સ્નેહીજનોની ઉપસ્થિતિમાં એક તરફ લમ્પી વાયરસ નો રોગચાળાની દહેશત છે. ત્યારે જામનગરના જાણીતા તબીબ રોબિન સંઘવીના પિતા વિજયભાઈ સંઘવી અને માતા રેખાબેન સંઘવી પરિવાર નું બહુમાન પણ પારસધામ અને જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.