જામનગરમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા બાલા હનુમાન માં ચાલતી અખંડ રામધૂનનો 59માં વર્ષે મંગલ પ્રવેશ

ધર્મ-આધ્યાત્મિક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ની રામધૂન નો 59 વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા જામનગરના લાખોટા તળાવ નજીક આવેલા બાલા હનુમાન મંદિર ખાતે શરૂ કરાયેલ શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધૂન 1, ઓગસ્ટ, 1964થી અવિરત ચાલી રહી છે.

શિયાળા, ઉનાળા અને ચોમાસા ઉપરાંત ભૂકંપ વાવાઝોડા જેવી કુદરતી આફતોના સમયે અને કોરોના કાળમાં પણ ભક્તિભાવ પૂર્વક છેલ્લા 59 વર્ષથી ચાલતી રામધૂન અવિરત પણે ચાલુ છે. રામનામની આહલક જગાવતા વિશ્વપ્રસિદ્ધ જામનગરમાં આવેલા બાલા હનુમાન મંદિરે સવારથી જ ભાવિકો દર્શન માટે આવી રહ્યા છે અને અખંડ રામધૂનમાં પણ ભાગ લઈ રહ્યા છે.